સાધુ -સંતો અને ગૌ સેવકોની અટકાયત કરાતા પૂર્વ ધારાસભ્ય લાલચોળ, વિરોધ કર્યો વ્યક્ત….

38

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાઓ અને પાંજરાપોળોને સરકારે જાહેર કરેલ રૂપિયા 500 કરોડની સહાય ના ચૂકવતા શુક્રવારે સવારે તમામ પાંજરાપોળોમાંથી પશુઓને છોડી મુકાયા હતા.અને સરકારી કચેરીઓ તરફ રવાના કરાયા હતા.જેને લઈને દિવસ પર દોડધામ મચી હતી.અને જિલ્લામાં આ મામલાને લઈને માહોલ ગરમ રહ્યો હતો.આ ઘટનાના પગલે જિલ્લાના ૧૦થી વધુ માર્ગો પર ગાયો રોડ ઉપર આવી જતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી.જ્યારે પોલીસે સાધુ -સંતોને ગૌ સેવકોની અલગ- અલગ પોલીસ મથકમાં અટકાયત કરી છે.પરિણામે ગૌ પ્રેમીઓમાં રોષ ભભૂક્યો છે.

અલગ- અલગ પોલીસ મથકમાં ગૌ સેવકોની અટકાયત કરાઈ

ડીસા ના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈએ પણ આ રીતે પોલીસે કરેલી સાધુ- સંતો અને ગૌસેવકોની અટકાયત વિરુદ્ધ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને બળાપો કાઢ્યો હતો.તેમને જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ માગણીઓ માટે આંદોલન કરે તો તે તેનો અધિકાર છે.ગૌસેવકો અને સાધુ સંતોને કયા ગુનામાં અટકાયત કરી છે.તેનો પોલીસ પાસે ખુલાસો માંગ્યો હતો.તમે એમને આ રીતે પકડીને કઈ રીતે બેસાડી શકો.એફઆઇઆર નોંધો, શા માટે નોંધતા નથી ? તેવા પ્રશ્નો પણ તેમને ઉઠાવ્યા હતા.જ્યારે સરકાર રૂપિયા 500 કરોડ જાહેર કરાયેલી રાશિ રિલીઝ કરી અને તાત્કાલિક ગૌશાળા અને પાંજરાપોળોને આપવા જણાવ્યું હતું.જો તેમ નહીં કરાય તો ગામે ગામ ગૌપ્રેમીઓ આંદોલનને ચાલુ રાખશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

Share Now