500 કરોડનું ટર્નઓવર ધરાવતા એકમો માટે ઓક્ટોબરથી જીએસટી ઈ-ઈન્વોઈસિંગ

274

નવી દિલ્હી : સરકાર નવી જીએસટી ઈ-ઈન્વોઈસિંગ સ્કીમ નોટિફાઈ કરશે જે અંતર્ગત ~500 કરોડ અને તેનાથી વધુનું ટર્નઓવર ધરાવતા એકમોએ 1 ઓક્ટોબરથી સેન્ટ્રલાઈઝ્ડ સરકારી પોર્ટલ પરથી ઈ-ઈન્વોઈસ જનરેટ કરવાનું રહેશે.અગાઉ આ મર્યાદા ~100 કરોડથી વધુનો બિઝનેસ ધરાવતા એકમો માટે હતી.કેન્દ્રીય પરોક્ષ વેરા બોર્ડ (CBIC)ના પ્રિન્સિપલ કમિશનર (જીએસટી) યોગેન્દ્ર ગર્ગે ગુરુવારે આ માહિતી આપતા કહ્યું હતું કે નવી પ્રસ્તાવિત સિસ્ટમમાં દરખાસ્ત કરાયેલા નવા ફીચર્સનો સમાવેશ કરીને હાલની જીએસટી રિટર્ન ફાઈલિંગ સિસ્ટમમાં સુધારો કરાશે. તેમણે કહ્યું કે ‘ગઈકાલે (બુધવારે), જીએસટી અમલીકરણ સમિતિએ ભલામણ કરી છે કે અમે અગાઉ ~100 કરોડ અને તેનાથી વધુ ટર્નઓવર ધરાવતા એકમો માટે ઈ-ઈન્વોઈસનો જે નિર્ણય લીધો હતો તોને અમલ અમે 1 ઓક્ટોબરથી નહીં કરીએ.

અમે 1 ઓક્ટોબરથી ~500 કરોડ અને તેનાથી વધુનું ટર્નઓવર ધરાવતા એકમો માટે ઈ-ઈન્વોઈસિંગનો અમલ કરીશું.આ સિસ્ટમ કામ કરતી થશે અને સ્થિરતા આવશે પછી અમે ~100 કરોડ અને તેનાથી વધુનું ટર્નઓવર ધરાવતા એકમો માટે તે લાગુ કરીશું.’ ગર્ગે કહ્યું હતું કે આ સુધારા અંગેનું નોટિફિકેશન એક સપ્તાહમાં બહાર પાડી દેવાશે.નકલી બિલ બનાવીને જીએસટીની થતી ચોરી અટકાવવા માટે ઈ-ઈન્વોઈસ સિસ્ટમ લાગુ કરવાનો હેતુ છે.વળી,તેનાથી રિટર્ન ફાઈલિંગ પ્રક્રિયા સરળ બનશે કારણ કે ઈન્વોઈસ ડેટા સેન્ટ્રલાઈઝ્ડ પોર્ટલ પર સીધા જ આવી જશે.સરકારે ગત નવેમ્બરમાં જાહેરકર્યું હતું કે 1 એપ્રિલથી ~100 કરોડ અને તેનાથી વધુનું ટર્નઓવર ધરાવતા એકમો માટે ઈલેક્ટ્રોનિક ઈન્વોઈસ (ઈ-ઈન્વોઈસ) ફરજિયાત બનાવી દેવાશે.પરંતુ માર્ચમાં જીએસટી કાઉન્સિલે આ મર્યાદા વધારીને 1 ઓક્ટોબર કરી દીધી હતી.

Share Now