રિયલ્ટી અને ઓટો સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૪૮૮ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૧૦.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૧૮૯.૭૩ સામે ૫૯૬૩૨.૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૫૯૭.૦૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૭.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮૮.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૬૭૭.૮૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૨૭.૨૦ સામે ૧૭૭૭૨.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૫૩.૧૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૦.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૨.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૨૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત ગઇકાલના નોંધપાત્ર ઘટાડા બાદ તેજી સાથે થઈ હતી. ગઇકાલે ભારતીય શેરબજારમાં થયેલા ધોવાણ બાદ આજે ફંડોએ ઘટાડે રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ઓટો અને સીડીજીએસ શેરોની આગેવાનીએ શોર્ટ કવરિંગ કરતાં ગાબડું પુરાયું હતું. વૈશ્વિક સ્તરે ચીનમાં ઉદભવેલ મહાસંકટમાંથી બહાર આવશે એવો વિશ્વાસ વ્યકત કરતાં વૈશ્વિક બજારોમાં રિકવરીની રાહે ભારતીય શેરબજારોમાં ફંડોએ પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. કોર્પોરેટ ઈન્ડિયાની સપ્ટેમ્બર ૨૦૨૧ના  અંતના બીજા  ત્રિમાસિકના પરિણામોની સીઝન શરૂ થતાં પૂર્વે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સપ્તાહના અંતે મળનારી ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગ પૂર્વે આજે ફંડો, મહારથીઓએ ભારતીય શેરબજારમાં તેજી કરી હતી.

કોરોનાની ત્રીજી લહેર નહીં આવવાના નિષ્ણાંતોના અભિપ્રાય અને ભારતમાં ઔદ્યોગિક, આર્થિક પ્રવૃતિ ધમધમતી થવા લાગી હોવા સાથે વૈશ્વિક મોરચે પણ વેપાર – ઉદ્યોગમાં થઈ રહેલા વધારા વચ્ચે ચાઈનામાં પાવર – એનર્જી કટોકટીના પરિણામે ઘણા ઔદ્યોગિક એકમો બંધ કરવાની ફરજ પડી રહી હોઈ સામે વૈશ્વિક નિકાસ માંગમાં વૃદ્વિના પરિણામે ભારતીય ઉદ્યોગોને  ફાયદો થવાના અંદાજો વચ્ચે કંપનીઓની કામગીરીમાં મજબૂત રિકવરીની અપેક્ષાએ ફંડોએ ભારતીય શેરબજારમાં મોટી લેવાલી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળે સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૮૪ અને વધનારની સંખ્યા ૨૨૧૬ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૪૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૫૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક મોરચે ચાઈના અને યુરોપના દેશોમાં યુ.કે. સહિતમાં સર્જાયેલી એનર્જી – પાવર ક્રાઈસીસની પરિસ્થિતિ અને ચાઈનામાં ફેકટરીઓ સાથે ઉદ્યોગોને થઈ રહેલા નુકશાનની પરિસ્થિતિમાં હાલ તુરત ભારતીય ઉદ્યોગોને ફાયદો થવાના અંદાજો મૂકાઈ રહ્યા છે, ત્યારે કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીમાં આગામી દિવસોમાં વધુ રિકવરી અપેક્ષિત છે. એડવાન્ટેજ ઈન્ડિયાની આ સ્થિતિ  સાથે દેશમાં ચોમાસું સફળ રહ્યું હોઈ આગામી દિવસોમાં દેશમાં ગ્રામીણ અર્થતંત્રમાં ઝડપી રિકવરીની સાથે હવે કોરોના મહામારીમાંથી બહાર આવીને દેશના શહેરો -ઉદ્યોગો ફરી ધમધમતાં થઈ રહ્યા હોઈ દેશમાં યુ – સેઈપ રિકવરીની પૂરી શકયતા છે.

ઔદ્યોગિક, આર્થિક રિકવરીને  ઝડપી બનાવવા મોદી સરકાર દ્વારા લેવાઈ રહેલા ઉદ્યોગો, કોર્પોરેટ ઈન્ડિયાના પ્રોત્સાહનોના પગલાંની પોઝિટીવ અસર હજુ આગામી દિવસોમાં અપેક્ષિત હોઈ સેન્ટીમેન્ટમાં સુધારાની પૂરી શકયતા છે. આ સાથે હવે સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થનારી હોઈ આ પરિણામોની સીઝન  પૂર્વે બજાર હજુ કરેકશનના મૂડમાં રહી કોન્સોલિડેશન બાદ ફરી તેજીની શકયતા છે.

Share Now