શાહીનબાગ: ધરણાસ્થળની પાસે પેટ્રોલ બોમ્બથી હુમલો

770

જનતા કફર્યુને કારણે આજે વૃદ્ધો અને બાળકો પ્રદર્શનમાં સામેલ નહીં થાય
એજન્સી, નવી દિલ્હી

દિલ્હીના શાહિનબાગમાં નાગરિકતા સુધારણા કાયદા (સીએએ)નો વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો છે કે રવિવારે બંધ રોડ પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે. કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં જોવી મળી રહ્યું છે કે રોડ પર આગ લાગી રહી છે.

કોરોના વાયરસની સ્થિતિમાં પણ શાહીબાગમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ મહામારીની વધી રહેલી સમસ્યાને કારણે રવિવારે અહિંયા આવનારા પ્રદર્શકારી માત્ર ચાર કલાક જ વધારે પ્રદર્શન સ્થળ પર બેસી શકશે. ત્યારબાદ તે ત્યાંથી જતો રહેશે.

શાહીન બાગમાં જનતા કફર્યુ દરમિયાન ધરણાસ્થળ પર માઈકથી કોઈપણ જાહેરાત કરશે નહીં. પ્રદર્શનકારીઓએ પણ નિર્ણય લીધો છે કે, ધરણાસ્થળ પર બાળકો અને વૃદ્ધ હાજર રહેશે નહીં અને વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે થશે.

Share Now