સુરત મનપામાં યોજાઈ હલવા સેરેમની : વિપક્ષે કહ્યું,જનતા માથે કરોડનો વેરો ઝિંકનાર શાસકોને મીઠાઈ ખાવનો અધિકાર નહિ..

77

સુરત, 15 ફેબ્રુઆરી 2023, બુધવાર : સુરત મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત આજે બજેટ બોર્ડના પ્રારંભ પૂર્વે કેન્દ્રીય બજેટની રજૂઆત પૂર્વે થતી હળવા સેરેમનું આયોજન કરાયું હતું.જેમાં મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ વિપક્ષ આપ પાર્ટી દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.જોકે વિપક્ષ નેતાએ કહ્યું છે કે, જનતાના માથે 307 કરોડનો વેરો મૂકી મીઠાશ ખાવાનો કોઇ અધિકાર નથી.

સુરત મહાનગર પાલિકાના આજે બજેટ બાદ સામાન્ય સભાનો પહેલો દિવસ હતો જેમાં મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત આજે બજેટ બોર્ડના પ્રારંભ પૂર્વે કેન્દ્રીય બજેટની રજૂઆત પૂર્વે થતી હળવા સેરેમનું આયોજન કરાયું હતું.આ સેરેમનીમાં શાસક પક્ષના નેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા.સામાન્ય સભા શરૂ થાય તે પહેલા મેયર દ્વારા તમામ કોર્પોરેટરોનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.કેન્દ્ર સરકારની માફક સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેની શહેરભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે.જો કે આ હલવા સેરેમનીમાં વિપક્ષ નેતા અને કોર્પોરેટરો હાજર રહ્યા ન હતા.

વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે સુરત મનપામાં આજે સામાન્ય સભા છે અને સામાન્ય સભામાં બજેટ ક્ષત્ર છે.આવનારા એક વર્ષમાં સુરત મહાનગર પાલિકા ક્યાંથી રૂપિયા મેળવશે.ક્યાં રૂપિયા ખર્ચ કરશે તેનું આયોજન એટલે બજેટ અને આજના બજેટ અગાઉ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ હલવો ખાવાનું આયોજન કર્યું છે તેનો આપ પાર્ટી વિરોધ કરે છે.

વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે સુરત શહેરની જનતા પર 307 કરોડનો વેરો મૂકી જનતા પર કડવાશ ઘોળી અમને મીઠાશ ખાવાનો અમને કોઈ અધિકાર બનતો નથી.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શાશકો ચુટાયેલા પ્રતિનિધિઓની પ્રાથમિક જવાબદારી એ છે કે નાગરિકોના જીવનને સરળ બનાવવામાં આવે,નાગરિકોના જીવનમાં મીઠાશ ઘોળવામાં આવે પરંતુ અમે એમના જીવનમાં કડવાશ ઘોળી કેવી રીતે હલવો ખાઈ શકીએ.

મેયર હેમાલીબેન બોઘવાલાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં આજના દિવસે અમૃતકાળના વર્ષનું આ બજેટ આજે રજુ કરવામાં આવી રહ્યું છે ત્યારે સૌ શાસકો,કોર્પોરેટરોના માધ્યમથી આ બજેટ ચર્ચા બે દિવસ ચલાવવામાં આવનાર છે.વિશેષ કરીને જ્યારે અમૃતકાળમાં હલવા સેરેમની એટલે કે ખાસ કરીને સુરત મહાનગરના વિકાસનું જે બજેટ છે.પ્રજાલક્ષી આ બજેટને લોકોના મોઢા મીઠા કરાવીને આ બજેટની ચર્ચા શરૂ કરવામાં આવી છે.

વિશેષમાં સુરત મહાનગરપાલિકાના વિસ્તારના તમામ લોકોના જે બીન રહેણાક વિસ્તાર છે,એટલે કે કોમર્શિયલ વિસ્તારના લોકોને 10% વાર્ષિક રાહત કરવા જઈ રહ્યા છે.સાથે જ તમામ પ્રકારની મિલકતમાં ફાયર ચાર્જીસમાં 50% ની રાહત કરવા જઈ રહ્યા છે.આમ જોઈએ તો આ બિનજ મિલકતના ટેક્સમાં 48.61 કરોડની રાહત મળવા જઈ રહી છે.

ફાયર ચાર્જની જે 50% રાહત આપવામાં આવી છે એમાં 25.83 કરોડની રાહત મળવા જઈ રહી છે.આમ સુરત મહાનગરપાલિકા દ્વારા 74.44 કરોડની રાહત સુરત મહાનગરપાલિકાની પ્રજાને આપવા જઈ રહ્યા છે.આ પ્રજાલક્ષી વિકાસલક્ષી બજેટની સુરત મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના માધ્યમથી આ વિકાસની હરણફાળ સમગ્ર વિશ્વમાં સુરત શહેરનું નામ મોખરે થશે.આ બજેટના માધ્યમથી આ વિકાસ અવિરત ચાલતો રહેશે.આ વિકાસના માધ્યમથી સુરત મહાનગરપાલિકાના બજેટમાં આરોગ્યલક્ષી શૈક્ષણિક આ તમામ પ્રકારના મુદ્દાઓને સમાવિષ્ટ કરતું આ સુરત મહાનગરપાલિકાની બજેટ આજે આ ચર્ચાનો આરંભ કરવામાં આવ્યો છે.

Share Now