આવકવેરાના દરોડા વચ્ચે ભાજપે આપ્યું નિવેદન, BBCને કહી વિશ્વની સૌથી ભ્રષ્ટ કોર્પોરેશન..

74

દિલ્હી, 15 ફેબ્રુઆરી 2023, બુધવાર : જ્યારે બીબીસીની દિલ્હી અને મુંબઈની ઓફિસો પર ઈન્કમ ટેક્સના દરોડાઓ પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા વિરોધ પક્ષો તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે,ત્યારે ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે બીબીસીએ ભારતીય કાયદાનું પાલન કરવું જોઈએ અને આવકવેરા વિભાગને તેનું કામ કરવા દેવું જોઈએ.ભાજપ વતી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગૌરવ ભાટિયાએ કહ્યું BBC આખા વિશ્વનું સૌથી ભ્રષ્ટ કોર્પોરેશન બની ગયું છે.બીબીસીનો પ્રોપેગેન્ડા અને કોંગ્રેસનો એજન્ડા એક જેવો છે.બીબીસીએ ભારતના કાયદાનું પાલન કરવું પડશે,જો તેણે કંઈ ખોટું કર્યું નથી,તો પછી ડર કેવો?

ગૌરવ ભાટિયાએ કહ્યું કે, આવકવેરા વિભાગને તેનું કામ કરવા દેવું જોઈએ અને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જવું જોઈએ.ગૌરવ ભાટિયાએ બીબીસીને વિશ્વનું સૌથી ભ્રષ્ટ કોર્પોરેશન ગણાવ્યું.તેમણે કહ્યું ‘BBC આખી દુનિયામાં સૌથી ભ્રષ્ટ કોર્પોરેશન બની ગયું છે.બીબીસીનો પ્રચાર અને કોંગ્રેસનો એજન્ડા એક જેવો છે.તેમણે BBCને ‘ભ્રષ્ટ બકવાસ કોર્પોરેશન’ કહ્યું.

ગૌરવ ભાટિયાએ કહ્યું કે બીબીસીનો કલંકિત ઈતિહાસ છે.ભારત સામે દ્વેષની ભાવના સાથે કામ કરવાનો ઈતિહાસ રહ્યો છે.આ કોંગ્રેસે યાદ કરવું જોઈએ કે ઈન્દિરા ગાંધીએ પોતે BBC પર પ્રતિબંધ લગાવ્યો હતો.ગૌરવ ભાટિયાએ કહ્યું કે કેટલીક શક્તિઓ સમગ્ર વિશ્વમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને દેશની પ્રગતિથી ચિંતિત છે.ગૌરવ ભાટિયાએ કહ્યું ‘પીએમ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે,કેટલીક એવી શક્તિઓ છે જેને તે પસંદ નથી.રાહુલ ગાંધી,કોંગ્રેસની વિપક્ષી પાર્ટીને ખૂબ જ દુઃખ થાય છે.બીબીસી માટે નિષ્પક્ષ પત્રકારત્વ કરે ઠીક છે,પરંતુ આવા પત્રકારત્વની આડમાં એજન્ડાને આગળ ધપાવવામાં આવે છે.

Share Now