ભાજપ મંત્રીના લવારા : સરકારે મફતમાં દારૂ અને અનાજની વ્યવસ્થામાં કોઈ કચાશ નથી રાખી

280

– દાહોદમાં મફતમાં દારૂની વ્યવસ્થા કરી હોવાનો મંત્રી બચ્ચું ખાંબડે બફાટ કર્યો

સમગ્ર દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. ગુજરાતમાં દારૂબંઘી જોકે દારૂ સતત પકડાતો રહે છે તેનાથી વધુ પીવાતો રહે છે અને વેચાણ થઇ રહ્યું છે. તેવામાં રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડે ભાંગરો વાટ્યો છે.સરકારે લોકો માટે શું શું કર્યું છે તેવી વાહવાહી લૂંટવામાં તેમને દાહોદમાં મફતમાં દારૂની વ્યવસ્થા કરી હોવાનો બફાટ કર્યો છે.મંત્રી બચુ ખાબડે કહ્યું કે,સરકારે દારૂ તેમજ અનાજની વ્યવસ્થા કરી છે.સરકારે કોઇ કમી રાખી નથી.એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે,અમદાવાદ સિવાય બધે જ સારૂ છે,ખુબ સારુ છે,તે પણ આ આપણા આખા વહિવટી તંત્રએ કામ કર્યું છે.આપણી સરકારે મફત અનાજ,પૈસા અને દવા બધી જ વ્યવસ્થા કરી છે.સરકારે કોઈ ક્ષેત્રમાં કમી નથી રાખી.મહત્વનું છે કે મંત્રી બચુ ખાબડની અગાઉ પણ અનેક વખત જીભ લપસી ચૂકી છે.

Share Now