વડોદરા શહેર-જિલ્લાની 9 બેઠકો પર પ્રચંડ બહુમત સાથે ભગવો લહેરાયો

61

– વડોદરા શહેર જિલ્લામાં લોકોએ ભાજપને સ્પષ્ટ અને જંગી બહુમત
– વડોદરા શહેર જિલ્લાની પ્રજાએ ભાજપ પર વધુ એક વખત ભરોસો મુક્યો

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી.પરિણામોમાં વડોદરા શહેર જિલ્લામાં લોકોએ ભાજપને સ્પષ્ટ અને જંગી બહુમત આપ્યો છે.જ્યારે વડોદરા જિલ્લાના પાદરા અને વાઘોડિયામાં ભાજપથી નારાજ થઇને અપક્ષ ઉમેદવારી કરનારાઓની ભૂંડી હાર થઇ છે.તો વાઘોડિયા બેઠક પર બાહુબલી તરીકેની છબી ધરાવતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જીત મળી છે.આમ વડોદરા શહેર જિલ્લાની પ્રજાએ ભાજપ પર વધુ એક વખત ભરોસો મુક્યો છે.

વડોદરા મધ્યગુજરાતમાં સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે.વર્ષોથી વડોદરા ભાજપના ઉમેદવારોને ચૂંટતું આવ્યું છે.પરંતુ આ ચૂંટણીમાં ભાજપથી નારાજ પૂર્વ નેતાઓએ ભાજપ સામે જ વાઘોડિયા અને પાદરામાં અપક્ષ ઉમેદવારી કરીને પાર્ટી માટે મુશ્કેલી ખડી કરી દીધી હતી.પરંતુ વડોદરા શહેર જિલ્લામાં મોદી મેજીક એ હદ્દે ચાલ્યું કે, 10 પૈકી 9 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.ભગવો લહેરાવવાની સાથે પ્રચંત બહુમત હાંસલ કર્યો છે.વાઘોડિયાની બેઠક અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ફાળે ગઇ છે.

પાદરામાં કોંગ્રેસના ધારાસભ્ય હાર્યા

પાદરા બેઠક પર ગત ટર્મમાં કોંગ્રેસના ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર ચૂંટાઇને આવ્યા હતા.આ ટર્મમાં તેમની હાર થઇ છે.અને ભાજપના ચૈતન્યસિંહ ઝાલાની જીત થઇ છે.જો કે, ચૈતન્યસિંહ ઝાલાની જીત પાછળ ભાજપના પૂર્વ નેતા અને હાલ અપક્ષ ઉમેદવારી કરનાર દિનેશ પટેલ (દિનુમામા) જવાબદાર હોવાનું સામે આવ્યું છે.દિનુમામાએ કોંગ્રેસના વોટ તોડ્યાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.આમ, ભાજપના પૂર્વ નેતાઓ આડકતરી રીતે ભાજપને જ ફાયદો કરાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

વાઘોડિયામાં એક સમયે પોતાના લોકોએ જ ભાજપનો ખેલ બગાડ્યો

વાઘોડિયા બેઠક પરથી ભાજપના મધુ શ્રીવાસ્તવ ચૂંટાઇને આવતા હતા.આ વખતે તેમની જગ્યાએ ભાજપે અશ્વિન પટેલને ટીકીટ આપી હતી.અશ્વીન પટેલને ટીકીટ મળતા મધુ શ્રીવાસ્તવ રોશે ભરાયા હતા.અને અપક્ષ ઉમેદવારી કરી દીધી હતી. વાઘોડિયા બેઠક પર ચતુષ્કોણીય જંગ ખેલાયો હતો.આ જંગમાં સીધો ફાયદો અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને થયો છે.અને તેઓ વિજયી બન્યા છે.

વડોદરા શહેર જિલ્લામાં કયા ઉમેદવારોની જીત થઇ

બેઠક ઉમેદવાર

વડોદરા સીટી મનીષાબેન વકીલ (ભાજપ)

રાવપુરા બાળુ શુક્લ (ભાજપ)

અકોટા, ચૈતન્ય દેસાઇ (ભાજપ)

પાદરા, ચૈતન્યસિંહ ઝાલા (ભાજપ)

માંજલપુર યોગેશ પટેલ (ભાજપ)

સયાજીગંજ કેયુર રોકડિયા (ભાજપ)

કરજણ અક્ષય પટેલ (ભાજપ)

સાવલી કેતન ઇનામદાર (ભાજપ)

ડભોઇ શૈલેષ મહેતા (સોટ્ટા) (ભાજપ)

વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા (અપક્ષ)

Share Now