કોંગ્રેસનો ગુજરાતમાં ઓલટાઈમ સૌથી ખરાબ દેખાવ, સૌથી ઓછી 17 સીટ મેળવી, 16 જિલ્લામાં સૂપડા સાફ

94

અમદાવાદ : 2017માં ગુજરાત વિધાન સભાના ઈલેક્શન વખતે કોંગ્રેસે પાટીદાર અનામતનો મુદ્દો ઉઠાવીને ભારતીય જનતા પાર્ટીને જોરદાર ટક્કર આપી હતી.એ ઈલેક્શન રિઝલ્ટમાં કોંગ્રેસને 77 સીટ મળી હતી.જે 2012ની ચૂંટણી કરતાં 16 વધારે હતી. જો કે, આ વર્ષે 2017ના દેખાવને એક કદમ વધુ આગળ લઈ જવાની જગ્યાએ કોંગ્રેસે પોતાના ઇતિહાસનું સૌથી કંગાળ પ્રદર્શન કરતા માત્ર 17 બેઠકો જીતી છે .

1990માં માત્ર 33 સીટ મળી હતી

ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર છે,જ્યારે કોંગ્રેસે ગુજરાતમાં 20થી ઓછી સીટો મેળવી છે.અગાઉ તેનું સૌથી નિમ્ન પ્રદર્શન 1990માં આવ્યું હતું, જ્યારે તેને 33 સીટ મળી હતી.આ વર્ષે કોંગ્રેસની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, 16 જિલ્લામાં તેમના સૂપડા સાફ થઈ ગયા છે અને આ જિલ્લાઓ પર તેમને એકપણ બેઠક મળી નથી.

ભાજપે કોંગ્રેસનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ભાજપે કોંગ્રેસનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડતા રેકોર્ડ 150થી વધુ બેઠકો પોતાના નામે કરી છે. 1985માં માધવસિંહ સોલંકી હેઠળ કોંગ્રેસને રેકોર્ડ 149 બેઠક મળી હતી,જ્યારે ભાજપને 11 સીટ મળી હતી.આ રેકોર્ડ હજી સુધી તૂટ્યો નહોતો. 37 વર્ષ બાદ 2022ની વિધાન સભાની ચૂંટણીમાં ભાજપ પાર્ટી આ રેકોર્ડ તોડીને ઐતિહાસિક બેન્ચમાર્ક સેટ કરવા તરફ આગળ વધી રહી છે.આ પહેલીવાર થયું છે જ્યારે કોંગ્રેસને 20થી ઓછી બેઠક મળી છે.

નીચેના જિલ્લાઓમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે, તેમને અહીં એકપણ સીટ મળી નથી

ખેડા,ભાવનગર, બોટાદ,ગાંધીનગર,રાજકોટ,મોરબી,દેવભૂમિ દ્વારકા,કચ્છ,સુરેન્દ્રનગર,અરવલ્લી,ડાંગ,વડોદરા,વલસાડ,અમરેલી,ભરૂચ,તાપી

Share Now