સુરત ભગવામય : ભાજપનો તમામ બેઠકો પર બહુમતી સાથે ભવ્ય વિજય : જુઓ VIDEO

96

– શહેર અને જિલ્લાની કુલ 16 બેઠક મેળવવામાં સફળતા મળી
– માંડવી બેઠક પણ ભાજપે ઝૂટવી લઈને મજબૂત ગઢ ધરાશાયી કર્યો

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ચૂક્યા છે.જેમાં અત્ર-તત્ર-સર્વત્ર ભાજપ જ ભાજપ છે.ખાસ કરીને સુરતની વાત કરીએ તો તમામ બેઠકો પર ભાજપનો બહુમતીથી ભવ્ય વિજય થયો છે.આ ચૂંટણમાં સમગ્ર રાજ્યનું રાજકીય એપી સેન્ટર સુરત રહ્યું છે.કારણ કે સુરતમાંથી બે પક્ષના પક્ષપ્રમુખે રાજકીય ચોકઠાં ગોઠવ્યાં હતા.જેમાં ભાજપમાંથી સી.આર.પાટીલ અને આપમાંથી ગોપાલ ઈટાલિયાએ એડિચોટીનું જોર લગાવ્યું હતુ.બીજી બાજુ ત્રિપાંખિયો જંગ સુરતની વરાછા બેઠક પર થયો.જેથી સૌથી વધુ આ બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી.પરંતુ તમામ સમીકરણો એક બાજુ રહી ગયા અને માત્ર નરેન્દ્ર મોદીનો પ્રચાર કામ લાગી ગયો.વડાપ્રધાન મોદીએ સુરતમાં સભા ગજવી અને રોડ શો કર્યો હતો.એટલુ જ નહી રાત્રી રોકાણ પણ કર્યુ હતુ.તેનુ પરિણામ સુરતની તમામ બેઠક પર દેખાય રહ્યુ છે.સુરતની તમામ બેઠક પર ભાજપે કમળ ખિલ્યુ છે.જેના ઉમેદવારના નામ નીચે મુજબ છે.

155 ઓલપાડ બેઠક – મુકેશ પટેલ ભાજપ
156 માંગરોળ બેઠક – ગણપત વસાવા ભાજપ
157 માંડવી બેઠક – કુંવરજી હળપતિ ભાજપ
158 કામરેજ બેઠક – પ્રફુલ પાંસેરિય ભાજપ
159 સુરત પૂર્વ – અરવિંદ રાણા ભાજપ
160 સુરત ઉત્તર- કાંતિ બલર ભાજપ
161 વરાછા રોડ- કુમાર કાનાણી ભાજપ
162 કરંજ- પ્રવીણ ઘોઘારી ભાજપ
163 લિંબાયત – સંગીતા પાટીલ ભાજપ
164 ઉધના- મનુ પટેલ ભાજપ
165 મજુરા – હર્ષ સંઘવી ભાજપ
166 કતારગામ – વિનું મોરડિયા ભાજપ
167 સુરત પશ્વિમ – પૂર્ણેશ મોદી ભાજપ
168 ચોર્યાસી – સંદીપ દેસાઈ ભાજપ
169 બારડોલી ( એસ.સી) -ઈશ્વર પરમાર ભાજપ
170 મહુવા- મોહન દોડીયા ભાજપ

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપને સુરત શહેર અને જિલ્લાની કુલ 16 બેઠક મેળવવામાં સફળતા મળી છે.કોંગ્રેસની એક માત્ર માંડવી બેઠક પણ ભાજપે ઝૂટવી લઈને મજબૂત ગઢ ધરાશાયી કર્યો છે.

Share Now