ભાજપની જીત પર CM પટેલે કહ્યું, ઠગ લોકોને જનતાએ નકાર્યા, તો પાટીલે કહ્યું વિકાસ મોડલની જીત

50

– રાજ્યની મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો
– 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ : CR પાટીલ

અમદાવાદ,તા.08 ડિસેમ્બર-2022, ગુરુવાર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે.આજે 182 બેઠકો પરના 1621 ઉમેદવારોનું ભાવિ નક્કી થઈ ગયું છે.ભાજપે રેકોર્ડ બ્રેક 158 બેઠકો પર આગલ છે.તો કોંગ્રેસ 16 અને 5 બેઠકો પર આગળ છે.જ્યારે અપક્ષને ત્રણ બેઠકો મળી રહી છે.ભાજપની ભવ્ય જીતને લઈને ઠેર-ઠેર કાર્યકરો જીતનો ઉત્સવ મનાવી રહ્યા છે.તો કમલમ્ ખાતે પણ ભાજપના નેતાઓ અને કાર્યકરો એકઠા થઈ ઉજવણી કરી રહ્યા છે.ઘાટલોડિયા બેઠક પરથી ભવ્ય જીત મેળવનાર ભાજપના ઉમેદવાર અને ગુજરાતના
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ પણ કમલમ્ ખાતે ભાજપની જીતની ઉજવણી કરી રહ્યા છે.તો 12મી ડિસેમ્બરના રોજ નવી સરકારના શપથવિધિ સમારોહની પણ જાહેરાત કરી દેવાઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ કમલમ્ ખાતે જીતની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભરોસો મુક્યો અને ફરી સેવાનો મોકો આપ્યો.ખોટા વાયદા કરનાર ઠગ લોકોને ગુજરાતની જનતાએ નકાર્યા અને ભાજપને ભવ્ય જીત અપાવી.આ જીત બદલ મુખ્મયંત્રીએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે.મોટાભાગની બેઠકો પર ભાજપ-કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.તો ભાજપમાં જીતની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે.કમલમ ખાતે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,સી.આર.પાટીલ સહિતના નેતાઓ તેમજ કાર્યકરો ભાજપની ભવ્યાતિભવ્ય જીતનો ઉત્સવ મનાવી રહ્યા છે.સી.આર.પાટીલે કહ્યું કે, આગામી પાંચ વર્ષ માટે ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે.તેમણે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.તો તેમણે ભાજપની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી PM મોદીએ સતત રેલીઓ, જાહેરભાઓ અને રોડ-શો કર્યા હતા અને મતદારોને મનાવવામાં સફળ થયા હતા.સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share Now