TDS પર વ્યાજ માફ થવાની સંભાવના,હવે પછીના પેકેજમાં જાહેરાતની સંભાવના

127

નવી દિલ્હી,તા.૭: કોરોના વાયરસ મહામારીના સંક્રમણને રોકવા માટે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે.લોકડાઉનને ધ્યાનમાં રાખીને સરકાર TDS ઉપર લગાવનાર વ્યાજ ઉપર રાહત આપવા માટે વિચાર રહી છે.મોડો ટીડીએસ જમા કરાવવા ઉપર ૧૮ ટકા વ્યાજ આપવાનો નિયમ છે.જોકે, સરકારે માર્ચના રાહત પેકેજમાં આને અડધો કર્યો છે.આ ઉપરાંત આના ઉપર લાગતી પેનલ્ટીને હટાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે.પરંતુ આને સંપૂર્ણ પણે હટાવવા અંગે સતત માંગ થઈ રહી છે.હવે શું થશે? સરકારે પહેલા જ ટીડીએસ જમા કરાવવાની છેલ્લી તારીખ વધારીને ૩૦ જૂન કરી દીધી છે.આ સાથે ટીડીએસ ઉપર વ્યાજ દરને ૧૮ ટકાથી દ્યટાડીને ૯ ટકા કરી દીધો છે.પરંતુ હવે સરકાર આને સંપૂર્ણ પણે માફ કરવાના પ્રસ્તાવ ઉપર વિચાર કરી રહી છે.

કોને મળશે રાહત?

ઉલ્લેખનીય છે કે ટીડીએસ ઉપર લાગનારા વ્યાજને હટાવવા માટે વેપારીઓએ સાંસદોને પણ ચિઠ્ઠીટ લખી છે.વેપારીઓની દલીલ છે કે લોકડાઉનના પગલે વેપારીઓના તમામ પેમેન્ટ અટકી ગયા છે.વેપારીઓની દલીલ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટના દફ્તર બંધ હોવાના કારણે ટેકસ કેલકુલેટ કરવાનું મુશ્કેલ બની જાય છે.ટેકસને કેલ્કયુલેટ કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટ પણ નહી મળતા.ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના પગલે દેશમાં ૨૩ માર્ચથી લોકડાઉન શરુ થયું છે.દેશમાં અત્યારે લોકડાઉનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે.જે આગામી ૧૭ મે સુધી ચાલશે.

Share Now