ભગવાન શ્રીકૃષ્ણને લઈએ વધુ એક વિવાદ: વડોદરામાં 38 હિન્દુસંગઠનો મેદાને

799

હિન્દી ફિલ્મ અને વેબ સિરીઝ માં ભગવાન કૃષ્ણ અને માતા રાધા માટે વિકૃત ભાષાના પ્રયોગ બદલ વડોદરામાં વિરોધ થઈ રહ્યો છે આ માટે 38 હિન્દુ સંગઠનો ભેગા થયા છે.આગામી સમયમાં સમગ્ર દેશમાંથી આ વિરોધની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે.38 હિન્દુ સંગઠનો ભેગા થયા છે

ભગવાન કૃષ્ણ અને માતા રાધા માટે વિકૃત ભાષા નો પ્રયોગ બદલ વિરોધ

વડોદરામા તેલુગુ વેબ સિરીઝ અને હિન્દી ફિલ્મના વિરોધ માં 38 હિન્દુ સંગઠનો ભેગા થયા છે. હિન્દી ફિલ્મ અને વેબ સિરીઝ માં ભગવાન કૃષ્ણ અને માતા રાધા માટે વિકૃત ભાષા નો પ્રયોગ કર્યો છે તો કૃષ્ણ ભગવાન ની લીલા વિકૃત રીતે દર્શાવી છે. જેને લઈ વડોદરામા હિન્દુ સંગઠનોએ પ્રેસ કોન્ફરન્સ કરી હિન્દુ દેવી દેવતાઓના અપમાન અને હિન્દુ સંસ્કૃતિને ઠેશ પહોચાડતી વેબ સિરીઝ અને ફિલ્મો પર પ્રતિબંધ લગાવવા માંગ કરી છે.તેલુગુ વેબ સિરીઝ ક્રિષ્ના એન્ડ હીસ લીલા અને હિન્દી ફિલ્મ બુલબુલ પર પ્રતિબંધ મૂકવા માંગ કરી છે. બુલબુલ ફિલ્મ બોલીવુડની અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ બનાવી છે. ત્યારે હિન્દુ સંગઠનો ફિલ્મ અને વેબ સિરીઝ નિર્માતાઓ વિરુદ્ધ પોલીસ કેસ પણ કરી રહ્યા છે. સાથે જ વેબ સિરીઝ અને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ પણ દાખલ કરવાના છે.આગામી દિવસોમાં દેશભરના હિન્દુ સંગઠનો ભેગા થઈ વેબ સિરીઝ અને ફિલ્મ નો વિરોધ કરે તેવી રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

Share Now