ભારત બંધ : વડોદરામાં કોંગ્રેસનું પ્રદર્શન, નેશનલ હાઈવે અને ભરૂચ-દહેજ હાઈવે પર સળગાવાયા ટાયરો

252

કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરુદ્ધ આજે ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું આહ્વાન કર્યું છે.આ બંધને કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે.ગુજરાતમાં પણ કંઇક અંશે સમર્થન જોવા મળ્યું છે.બંધના પગલે રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વડોદરામાં ટાયરો સળગાવી કરાયો વિરોધ

ભારત બંધના સમર્થનમાં વડોદરામાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે,મળતી માહિતી અનુસાર,વડોદરા નજીક નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજથી તરસાલી તરફના હાઈવે અને ભરૂચ-દહેજ હાઈવે પર કોંગ્રેસ દ્વારા ટાયરો સળગાવીને વિરોધ કરવામાં આવ્યો છે.તો બીજી બાજુ દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બાની અટકાયત કરાઈ છે,આ સિવાય રાજકોટ મહિલા કોંગ્રેસ શહેર પ્રમુખ મનીષાબાવાળા સહિત 5થી 7 મહિલાની અટકાયત કરવામાં આવી છે.

Share Now