બોર્ડ-નિગમોના કર્મીઓ જલસા છે? નાણાં વિભાગે શું કહ્યું

138

ગુજરાત સરકારના જાહેર સાહસો એટલે કો બોર્ડ અને કોર્પોરેશનમાં સેવા અને નોકરીના નિયમોમાં રાજ્યના નાણા વિભાગે કેટલાક નિયંત્રણો મૂક્યાં છે.વિભાગે કહ્યું છે કે જાહેર સાહસોના કર્મચારીઓના પગાર,ભથ્થાં,મોંઘવારી ભથ્થાં તેમજ અન્ય ભથ્થાંઓમાં ફેરફાર કરતાં પહેલાં નાણા વિભાગની મંજૂરી લેવી ફરજીયાત છે.

રાજ્યના કેટલાક બોર્ડ નિગમમાં સ્વેચ્છાએ પગાર અને ભથ્થાંનો નિર્ણય લઇ લેતાં નાણાં વિભાગે આવો આદેશ કરવો પડ્યો છે.વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કોઇપણ બોર્ડ નિગમમાં કર્મચારીઓના પગાર અને ભથ્થાંની બાબત જે તે સાહસના વહીવટી વડાએ જાતે નક્કી કરવી ન જોઇએ.સુધારો કરતાં પહેલાં નાણાં વિભાગની મંજૂરી મેળવવી આવશ્યક છે.નાણાં વિભાગના ધ્યાન પર આવ્યું છે કે કેટલાક નિગમોએ સૂચનાઓનો અનાદર કરીને તેમના કર્મચારીઓને સરકારી કર્મચારીઓ કરતાં વધારે લાભો પોતાની મેળે એટલે કે રાજ્ય સરકારના કોઇ આદેશ અથવા પૂર્વ મંજૂરી વિના કેન્દ્ર સરકારના સમાન ધોરણે આપવામાં આવે છે જે યોગ્ય નથી.

વિભાગના નાયબ સચિવ મેહુલ વસાવાની સહીથી બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર સાહસોના કર્મચારીઓની નોકરી તેમજ સેવાને લગતી બાબતોમાં કોઇપણ જાતનો ફેરફાર કરતાં પહેલાં મંજૂરી લેવાની રહેશે.આ સૂચનાઓનું પાલન કરવું ફરજીયાત તેમજ આવશ્યક છે,આમ છતાં જો કોઇ ગેરરીતિ ધ્યાને આવશે તો નાણાં વિભાગના તે નાણાંકીય બાબતોની વસૂલાત કરીને પગલાં લઇ શકશે.

જોકે,આ હાલમાં કોવિડને કારણે કરવું પડ્યું છે કે હમેશા કરાય છે તે જોવાનુ મહત્ત્વનું છે.સરકારી બોર્ડ નિગમોમાં મોટાભાગે રાજકીય નિમણૂકો થતી હોય છે.જોકે, હાલ તે થઇ નથી પરંતુ તે થાય તો તેમની ઉપર નિયંત્રણ મૂકવો તે અઘરો હોય છે.જોકે,કોવિડમાં જ્યાં સરકારની આવક ઘટી છે ત્યાં કરકસરના પગલા રૂપે આ નિર્ણય લેવાયો હોય તેમ દેખાય છે.

Share Now