સરકારી ગાઇડલાઇન્સની ઐસીતૈસી:વડોદરામાં પોલીસની મંજૂરી વગર ધાબાઓ પર ડીજે ગોઠવાયા,રાત્રે ટ્રાયલ પણ લીધી

234

વડોદરા ઉત્તરાયણના કાઉન્ટડાઉન વચ્ચે પતંગરસિયા ફુલ ઉજવણીમાં મૂડમાં આવી ગયા છે.ગાઇડલાઇન્સની ઐસીતૈસી કરી લોકોએ ડીજે સેટ અગાસીમાં ગોઠવી દીધા હોવાની વિગતો જાણવા મળી રહી છે.કેટલાકે તો ડીજે ગોઠવ્યા બાદ ટ્રાયલ પણ લીધી હતી. ઉત્તરાયણને લઇને શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે મકાન કે ફ્લેટની અગાશી પર ડીજે,મ્યુઝિક સિસ્ટમ કે સ્પીકર વગાડી શકાશે નહીં.જોકે તેમ છતાં શહેરના કિશનવાડી વિસ્તારમાં ધાબા પર ડીજે ગોઠવાઈ ગયા છે.સોશિયલ મીડિયામાં ધાબા પર ડીજે મૂકવામાં આવ્યા હોવાના ફોટા અને વિડિયો વાઈરલ થયા છે.

ડીજે-સંચાલકે જણાવ્યું હતું કે અમારી સંચાલકોની મીટિંગ ચાલુ જ છે.ભાજપના બધા જ કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ડીજે વગાડેે જ છે.તેમણે અમને કહ્યું છે કે ડીજે ધાબા પર તો વાગવાનું જ છે,કોઈ પોલીસ ધાબા પર ચઢવાની જ નથી.ધાબા પર ના દેખાઈ એ રીતે સિસ્ટમ લગાવવાની અને ઓછા અવાજે વગાડવાનું.અમારા ગ્રુપમાં બધા વગાડવાના છે. બીજી તરફ પતંગબજારોમાં પણ રાત્રે 8 વાગ્યા બાદ ખુલ્લા રહેતાં લોકોએ રાતે 10 વાગ્યા સુધી ખરીદી કરી હતી.જોકે આ વર્ષે પતંગો 25 ટકા મોંઘી બની છે.

રાતે ખરીદી કરવાવાળાને ધક્કો પડ્યો
ગેંડીગેટ રોડ પર પોલીસે 9 વાગે બજાર બંધ કરાવવાનું શરૂ કરતાં વેપારીઓએ ફટાફટ તેમની દુકાનો બંધ કરી હતી,જેને કારણે પતંગની ખરીદી માટે આવેલા અનેક લોકો પતંગની ખરીદી કરી શક્યા ન હતા.પતંગ ન ખરીદી શકેલા લોકોએ પતંગ ખરીદી માટે સંગમ ચાર રસ્તા અને દિવાળીપુરા બજારની વાટ પકડી હતી.

Share Now