ક્રિકેટર શિવમ દુબે એ ગર્લફ્રેન્ડ અંજૂમ ખાન સાથે કર્યા લગ્ન : લગ્નમાં શિવમને દુવા માંગતા જોઇ ભડક્યા ફેન્સ, પૂછ્યું- ‘નુસરત જહાં યાદ છે?’

167

– સિક્સર સ્પેશ્યાલિસ્ટ શિવમ દુબે એ કર્યા લગ્ન, ગર્લફ્રેન્ડ અંજૂમ ખાન સાથે બંને ધર્મની પરંપરાથી કર્યા લગ્ન

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર શિવમ દુબેએ પોતાની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે મુંબઇમાં લગ્ન કરી લીધા છે.તેમણે તેની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.ત્યારબાદ ઘણા લોકોએ તેમને શુભેચ્છાઓ પણ આપી છે.

એકબીજાના થયા શિવમ અને અંજુમ
શિવમ દુબેએ ટ્વિટર પર પોતાના લગ્નના ફોટોઝ શેર કર્યા છે.તેમણે કેપ્શનમાં લખ્યું, ‘અમે પ્રેમથી પ્રેમ કર્યો જે મહોબ્બતથી વધુ હતું.અને હવે અમારી હંમેશાની જીંદગી શરૂ થાય છે, જસ્ટ મેરિડ 16-07-2021’

લગ્ન બાદ માંગી દુબાઓ
ફોટોજમાં શિવમ દુબે પોતાની વાઇફ અંજુમ ખાનને વીંટી પહેરાવી રહ્યા છે.લગ્ન પુરા થયા બાદ વર અને વધુ દુવાઓમાં હાથ ઉઠાવ્યા છે.વરમાળા સાથે આ કપલ એકદમ ક્યૂટ જોવા મળી રહી છે. દુવા માંગતાં ભડક્યા ફેન્સની માંગનાર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ.ઘણા લોકોને આ વાતથી વાંધો છે કે અંજુમ ખાનએ માંગમાં સિંદૂર કેમ લગાવ્યું નથી.એક ફેને તો આ કપલને નુસરત જહાં અને નિખિલ જૈન સાથે કંપેયર કરી દીધું.જેના માર્ગ હાલ જુદા જુદા થઇ ગયા છે.

લગ્ન પછી IPL માં આવશે નજર

મુંબઇ તરફથી રણજી ટ્રોફી રમનાર ખેલાડી શિવમ દુબે આઇપીએલમાં વિરાટ કોહલીની ટીમ આરસીબીનો
ભાગ રહી ચૂક્યા છે.
વર્ષ 2021 માં રાજ્સ્થાન રોયલ્સ સાથે જોડાઇ ગયા.હવે તો યૂએઇમાં યોજાનાર આઇપીએલમાં જોવા મળશે.

Share Now