રાહુલ ગાંધીનું ‘બ્રેકફાસ્ટ પૉલિટિક્સ’, અનેક દિગ્ગજ નેતાઓ બેઠકમાં સામેલ – બનાવી ખાસ રણનીતિ

49

– રાહુલ ગાંધીનું ‘બ્રેકફાસ્ટ પૉલિટિક્સ’, અનેક દિગ્ગજ નેતાઓ બેઠકમાં સામેલ – બનાવી ખાસ રણનીતિ

સંસદમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિપક્ષના નેતાઓને નાશ્તા માટે બોલાવ્યા.પેગાસસ જાસૂસી કાંડ પર એક સંયુક્ત રણનીતિ બનાવવામાં આવશે. કૉંગ્રેસની આગેવાનીમાં અનેક વિપક્ષી પાર્ટીઓ આ મામલે ચર્ચા ઇચ્છે છે. વિપક્ષી એકતાને મજબૂતી આપવા માટે મંગળવારના રાહુલ ગાંધીએ રાજકીય પાર્ટીઓને નાશ્તા માટે બોલાવવામાં આવી.દિલ્હીના કૉન્સ્ટિટ્યુશનલ ક્લબમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આમંત્રણ પર વિપક્ષી નેતાઓની બેઠક ચાલી રહી છે.રાહુલની આ બેઠકમાં આપ અને બસપા સામેલ નથી થયા.

આ મિટિંગમાં તૃણમૂલ કૉંગ્રેસ, આરજેડી, શિવસેના, સમાજવાદી પાર્ટી સહિત અન્ય દળોનાનેતા પહોંચ્યા છે.સંસદના ચોમાસુ સત્રનો જે સમય બચ્યો છે તેમાં સરકારને ઘેરવામાં આવે તેને લઈને બેઠક ચાલી રહી છે.રાહુલ ગાંધીએ જે રાજકીય દળોને બેઠકમાં આમંત્રણ આપ્યું હતું તેમાં આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ગાયબ છે.આ પાર્ટીઓનો કોઈપણ નેતા રાહુલ ગાંધીની બેઠકમાં ના પહોંચ્યો.રાહુલ ગાંધીની બેઠકમાં INC, NCP, SS, RJD, SP, CPIM, CPI, IUML, RSP, KCM, JMM, NC, TMC અને LJDના નેતાઓ સામેલ થયા.રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોનો મુદ્દો ઉઠાવ્યો અને સંસદ સુધી સાઇકલ માર્ચ કરવાનું કહ્યું.તેમણે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર આપણે અવાજ ઉઠાવવો જોઇએ.

વિપક્ષની બેઠકમાં કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સરકાર આપણી વાત નથી સાંભળી રહી, આપણે રસ્તાથી લઈને સંસદ સુધી લડાઈ લડવી પડશે. જેવી કોરોનાના મુદ્દા પર ચર્ચા થઈ તેવી પેગાસસ મુદ્દા પર ચર્ચા થવી જોઇએ.ઉલ્લેખનીય છે કે હાલમાં જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હીની મુલાકાત લીધી હતી,જેને 2024થી જોડવામાં આવી રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે મમતા બેનર્જી ખુદને પ્રધાનમંત્રી ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી રહી છે.

મમતા બેનર્જીના દિલ્હી આવ્યા બાદ એકવાર ફરી રાહુલ ગાંધીએ કમાન સંભાળી છે. હાલમાં જ રાહુલ ગાંધી વિપક્ષની અનેક બેઠકોમાં સામેલ થયા છે.તેમણે આગેવાની કરી છે અને આગળ આવીને પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે.આ જ ક્રમમાં તેમણે મંગળવારના વિપક્ષી પાર્ટીઓને નાશ્તા માટે બોલાવી છે.

Share Now