વડોદરા પોલીસ કમિશનર દ્વારા આઠ PIની સાગમટે બદલીનો ગંજીપો ચિપાયો

167

વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આઠ પીઆઇની બદલીનો ગંજીપો ચિપાયો છે,અચાનક બદલીઓ નો દૌર શરૂ થતાં પોલીસ ખાતામાં ભારે ચહલપહલ જોવા મળી હતી.જે આઠ પીઆઇ ની બદલીઓ થઈ છે તેમાં નીચે મુજબ ના નામો સામે આવ્યા છે.

1)ક્રાઇમ બ્રાન્ચના પી આઈ એ બી જાડેજા ને લીવ રિઝર્વ માં મુકાયા છે.
2)સયાજીગંજ પી આઈ વી બી આલની ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે.
3)આર જી જાડેજા લીવ રિઝર્વમાંથી સયાજીગંજ પોલીસ મથકમાં બદલી થઈ છે.
4)પી કે ચાવડા ટ્રાફિક માંથી ગોરવા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.
5)ટીજી બામાણિયા વાડી પોલીસ સ્ટેશનમાંથી ટ્રાફિક માં બદલી થઈ છે.
6)એસ એચ રાઠવા લીવ રિઝર્વ માંથી વાડી ફર્સ્ટ પી આઈ તરીકે મુકાયા છે.
7)એન એલ પાંડોર વાડી માંથી સીટી પોલીસ સરેશન માં સેકન્ડ પી આઈ તરીકે બદલી થઈ છે.
8) એન ડી સોલંકી લીવ રિઝર્વ માંથી રાવપુરા પોલીસ મથકમાં બદલી થઈ છે.

અત્રે નોંધનીય છે કે પોલીસ કમિશ્નર શમશેરસિંઘ એક કડક પોલીસ અધિકારી અને શિસ્તના આગ્રહી તરીકે ની છાપ ધરાવે છે ત્યારે શહેર પોલીસમાં ખાતા માં એક સાથે 8 પીઆઇ ની બદલીઓ કરતા પોલીસખાતા માં આ વાત દિવસભર ચર્ચામાં રહેવા પામી હતી.

Share Now