આજે દશેરા : જીવનમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરવા આ કામ કરવાનું ભૂલતા નહીં, જાણી લો શુભ મુહૂર્ત

59

જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષમાં અમુક દિવસ વણજોયાં મુહૂર્ત કહેવાય છે. કહેવાય છે કે આ દિવસે કરેલા શુભ કાર્ય નું સહસ્ત્ર ગણું ફળ મળે છે અને તે કાર્ય બળવાન બને છે.તેથી દશેરાને વણજોયું સફળતા.યશ અને વિજય ની પ્રાપ્તિ કરાવનાર મુહર્ત કહેલ છે.તેના વિશે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે વિદ્યા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈ અને કાર્ય કરતા તમામ લોકોએ બાળકો બહેનો ભાઈઓ એ પોતાના શુભ કાર્યની શરૂઆત કરવી જોઈએ અથવા તે કાર્ય કરવાનો સંકલ્પ કરવો જોઇએ અથવા કોઈપણ શુભ કાર્ય કરવું હોય તો તેના માટે મુહૂર્ત કરવું જોઈએ.

દશેરા પર આ કામ કરવાની છે માન્યતા

નવી ગાડી મકાન જમીન દુકાન સ્ટોર જે કઈ પણ વસ્તુ ખરીદ કરવી હોય તો તેનું ટોકન કે તેની રકમ ચૂકવવી જોઈએ અથવા તેનું મુહર્ત કરવું જોઈએ જેનાથી અચૂક શુભ કાર્યમાં સિદ્ધિ અને સફળતાની પ્રાપ્તિ થાય છે.શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પુરાનાકાળ માં સિદ્ધ કરેલી વિદ્યા ઓ શસ્ત્રો અસ્ત્રો નું પૂજન અર્ચન અને મુહુર્ત કરવાની પરંપરા ગુરુકુળોમાં ગુરુઓ ઋષિઓ દ્વારા જણાવેલ છે.તે મુજબ આજે પણ શસ્ત્ર અસ્ત્ર ગાડી વાહન મશીન વગેરેનું પૂજન અર્ચન કરાય છે.જેનાથી તેના દ્વારા યસ સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.જેથી અવશ્ય આજના દિન નો અને આજના વિશેષ મુહૂર્ત નો ઉપયોગ કરી જીવનમાં વિષેશ સફળતા પ્રાપ્ત કરવી જોઈએ.દશેરાને દિવસે સૂર્યોદયથી શરૂ કરી સૂર્ય સુધી ના મુહૂર્ત ને શ્રેષ્ઠ અને શુભ ફળદાયી ગણવામાં આવે છે.

Share Now