શતાબ્દી વર્ષ માટેની તૈયારીઓ અત્યારથી શરૂ આગામી ચાર વર્ષમાં સ્વયંસેવકો ડબલ કરવાનું લક્ષ્‍‍ય

38

નાગપુર : હાઇ પ્રોફાઇલ આયોજનોના આ જમાનામાં સાદગી અને તે પક્ષ કાયમ સુર્ખીઓમાં છવાયેલા રહેતા સંગઠનના સ્થાપના દિવસ પર કોઇપણ સામાન્ય જન પહેલી નજરે તો વિચારતો રહેશે.રેશીમ બાગ ખાતેના સ્મૃતિ મંદિર પરિસર,જયા દશેરાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ સમારોહ થાય છે ત્યાં આગલી સાંજે માત્ર ૧૦.૧પ લોકો કામ કરી રહ્યા હતા.

સ્મૃતિ મંદિરની બાજુના નાના મેદાનમાં એક સામાન્ય એવો મંચ તૈયાર થઇ રહ્યો હતો જેના પરથી મોહન ભાગવતજી શુક્રવારે વાર્ષિક સંબોધન કરશે. કોરોના પ્રોટોકોલના કારણે સમારંભમાં ફકત ર૦૦ લોકો સામેલ થશે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૪ વર્ષ પછી ૧૦૦ વર્ષનો થશે.આજે તે ૯૬ વર્ષ પુરા કરીને ૯૭ માં વર્ષમં પ્રવેશ કરશે ૧૯રપમાં વિજયાદશમીના દિવસે નાગપુરમાં જ ડો. હેડગેવારે સંઘની શરૂઆત કરી હતી.

સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી માટે અત્યારથી તૈયારીઓ થવા લાગી છ.ે અત્યારે સંઘના રજીસ્ટર્ડ ૬૦ લાખ સ્વયંસેવકો છે.હવે ૪ વર્ષમાં એટલા જ નવા સ્વયંસેવકો ઉમેરવાનું લક્ષ્‍ય રખાયુ઼ છ.ે અત્યારે પ૦ હજાર સ્થળોએ શાખા થાય છે.તેને વધારીને ૭૦ હજાર કરવામાં આવશે અત્યારે ૩પ૦૦ પ્રચારકો છે જે ચાર વર્ષમાં બમણી કરવાનું લક્ષ્‍ય રાખવામાં આવ્યું છે.

Share Now