૭ કરોડના ક્રિકેટ સટ્ટાના કેસમાં વધુ એક આરોપીને પાસા : કુલ ૨૦ પકડાયા

132

વડોદરા : સાત કરોડની આઇ.ડી.મેળવીને ક્રિકેટનો સટ્ટો રમાડતા આરોપી પાસેથી આઇ.ડી.મેળવીને સટ્ટો રમતા વધુ ૬ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.જ્યારે એક આરોપીની પાસામાં અટકાયત કરી છે.

પીસીબી પોલીસને માહિતી મળેલી માહિતીના આધારે ,તરસાલી વડદલા રોડ પર આવેલા કાન્હા રેસિડેન્સીમાં રહેતો રામચંદ્રસિંહ કિશોરસિંહ રાઉલજીએ આઇ.પી.એલ.ની મેચ પર સટ્ટો રમતા ઝડપી લીધો હતો.પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે,પાણીગેટ ડબગરવાડમાં રહેતા અને ક્રિકેટ સટ્ટાની આઇ.ડી.નું સંચાલન કરતા સલમાન ગોલાવાલાના સાગરિત કલ્પેશ બંાભણીયા પાસેથી એક મહિના અગાઉ પચાસ હજાર રૃપિયામાં આઇ.ડી.લીધો છે.હારજીતના રૃપિયા દર સોમવારે સુફિયાન નામનો શખ્સ લઇ જાય છે.પીસીબી પોલીસે આ કેસમાં વધુ ૬ જુગારીઓને ઝડપી પાડયા છે.આ કેસમાં હજીસુધી પોલીસે ૨૦ આરોપીઓની ધરપકડ કરી છે.આજે પકડાયેલા આરોપીઓમાં (૧) મોહંમદ ઇકબાલ ઇબ્રાહીમ કુરેશી (રહે.વાડી, મોગલવાડા) (૨) ગિરીશ લક્ષ્મણભાઇ સોલંકી (રહે.રણછોડજી ફળિયું, ગોરવા) (૩) સહેજાદ ઉર્ફે પીપોડી અનવરઅહેમદ શેખ (રહે.નવાબવાડા, રાવપુરા) (૪)રિતેશ સુરેન્દ્રભાઇ અગ્રવાલ (રહે.કૃષ્ણપુરી સોસાયટી, માંજલપુર) (૫) ઝહીરહુસેન ગુલામમહંમદ લાખાજી (રહે.લાલજીકુઇ, નાગરવાડા) અને (૬)અબ્દુલ રહેમાન બકરભાઇ સિરાજવાલા (રહે.હાજી ફ્લેટ,વાડી, મોટી વ્હોરવાડ)નો સમાવેશ થાય છે.જ્યારે આરોપી ઝહીરહુસેન લાખાજીની પાસા હેઠળ અટકાયત કરીભાવનગર જેલમાં મોકલી આપ્યો છે.

Share Now