સરસપુરમાં રથ પર કેટલાક ખલાસી બેસી જતા મહંત નારાજ, તમામને ટકોર કરી નીચે ઉતાર્યા

38

અમદાવાદ : સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહોંચી હતી ત્યારે ચાર રસ્તા પર ત્રણેય રથ ઊભા રાખવામાં આવ્યા હતા.લગભગ 1 કલાક જેટલો સમય ત્રણેય રથ ઊભા રહ્યા હતા.ત્રણેય રથને ખેંચનાર ખલાસીઓમાંથી કેટલાક ખલાસીઓ રથમાં બેસી ગયા હતા,જેના કારણે દૂરથી ભગવાનના દર્શન થઈ શકતા ન હોવાથી જે અંગે મહંત દિલીપદાસનું ધ્યાન જતા તેઓ ગુસ્સે થયા હતા અને તમામ ખલાસીઓને રથ પરથી નીચે ઉતાર્યા હતા.

ખલાસીઓ રથ પર બેસતા અનેક લોકો દૂરથી દર્શન કરી શકતા નહોતા જે અંગે માઈકમાં એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું હતું છતાં કેટલાક ખલાસીઓ રથમાં બેઠા હતા.આ દરમિયાન મહંત દિલીપદાસજી સરસપુર ચાર રસ્તા પાસે આવ્યા હતા.આ દરમિયાન તેમણે રથ પર કેટલાક લોકોને જોતા તેઓ ગુસ્સે થયા હતા અને સુભદ્રજીના રથ પર જઈને ખલાસીઓને રથ પરથી નીચે ઉતાર્યા હતા તથા કેટલીક સૂચના પણ આપી દીધી હતી.જોકે ખલાસીઓને ઠપકો આપતા થોડો સમય ખલાસીઓ નારાજ પણ થયા હતા પરંતુ બાદમાં રથ આગળના રૂટ પર લઈ જવા રવાના થયા હતા.

Share Now