વડોદરા : ગોલ્ડી બ્રાર ગેંગના નામે ખંડણી માંગનાર આરોપી ઝબ્બે

81

વડોદરા,તા.10 ઓગષ્ટ 2022,બુધવાર : વડોદરા દુમાડ ચોકડી પાસેથી વોચ દરમિયાન વડોદરા પોલીસેગોલ્ડી બરાર ગેંગના નામથી ખંડણીની મોટી રકમની માંગણી કરી ફોન ઉપર ધમકી આપનાર શરીફ ઉર્ફે મજરઆલમ નુરૂલહુડા શેખ ઉ.વ.રરને ઝડપી પાડી પંજાબ પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

વડોદરા શહેરના પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંઘ તથા અધિક પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા સિધા માર્ગદર્શન તથા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી.ટીમ પંજાબ અમ્રુતસર મજીઠા રોડ પોલીસ સ્ટેશન માં રોજ ગુનો દાખલ થયેલ હોય જેમાં ફરીયાદી પંજાબના પ્રતિષ્ઠિત ડૉકટરને ફોન કરી ગોલ્ડી બરાર ગેંગના નામ ઉપર ખંડણીની મોટી રકમની માંગણી કરી ફોન ઉપર ધમકી આપનાર ઇસમ નામે શરીફ ઉર્ફે મજરઆલમ સ/ઓ નુરૂલહુડા શેખ ઉ.વ.રર હાલ રહે, છાણી રેલ્વે સ્ટેશનની બાજુમાં અબ્દુલભાઇના મકાનમાં વડોદરા મુળ રહે, પોસ્ટ જોવ કટીયા તહશીલ – જીલ્લા બેતીયા (બિહાર)ની ટેકનીક્લ અને હ્યુમન સોર્સ આધારીત ચોક્કસ માહીતી આધારે છાણી દુમાડ પાસેથી પકડી પાડી પંજાબ પોલીસને સોપવાની કામગીરી કરવામાં આવી હતી.

Share Now