– દિગ્દર્શક સામે પણ દિલ્હીના એક વકીલે ફરિયાદ નોંધાવી
મુંબઇ : આમિર ખાનની બહુ ચર્ચિત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ છે. તેવામાં હજી તેના પર વિવાદ શમતો નથી જોવા મળી રહ્યો હવે.ફિલ્મના બોયકોટની માંગણી અને વિરોધ વચ્ચે હવે આમિર ખાન અને દિગ્દર્શક અને નિર્માતા વિરુદ્ધ ફિલ્મમાં ભારતીય સેનાનું અપમાન કરવા બદલ અને હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવવા માટે ફરિયાદ નોંધવામાં આવી છે.આ ફિલ્મનું કલેકશન બીજા દિવસે ફક્ત ૮.૫ કરોડ રૂપિયા જ થયું હતું.દિલ્હીના એક વકીલે શુક્રવારે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણે આરોપ મુકતાં જણાવ્યું છે કે, ફિલ્મમાં ઘણીઆપત્તિજનક બાબતો દર્શાવામાં આવી છે.વકીલે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ફિલ્મમાં એક માનસિક રીતે નબળી વ્યક્તિને સેનામાં સામેલ કરતી દર્શાવામાં આવી છે. એટલું જ નહીં કારગિલની લડાઇ લડતો દર્શાવામાં આવ્યો છે.
લોકો જાણે છે કે, સેનાના સૌથી વધુ ઉત્તમ સૈનિકોને જ કારગિલની લડાઇમાં લડવા માટે મોકલવામાં આવ્યા હતા.તેમજ તેમને આ યુદ્ધ માટે સખત ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.પરંતુ ફિલ્મમાં જાણી જોઇને ભારતીય આર્મીનું અપમાન કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ફિલ્મના એક દ્રશ્ય પર પણ વિરોધ દર્શાવામાં આવ્યો છે.જેમાં એક પાકિસ્તાની સૈનિક આમિરના પાત્ર લાલ સિંહને કહે છે કે, હું નમાઝ પઢ્યા પછી પ્રાર્થના કરતો હોઉં છું. લાલ, તું એવું કેમ નથી કરતો ? એના ઉત્તરમાં લાલ સિંહ ચઢ્ઢા કહે છે કે, મારી માએ કહ્યુ ંહતું કે, સઘળા પૂજા પાઠ મેલેરિયા જેવા છે અને એના કારણે જ દંગા-ફસાદ થતા હોય છે.
ફરિયાદમાં જણાવામાં આવ્યું છે કે, આ દ્રશ્યમાં હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.આમિર ખાન એક ટોચનો અભિનેતા હોવાની સાથેસાથે પબ્લિક ફીગર છે.જેનાથી મોટા ભાગની જનતા પ્રભાવિત થતી હોય છે. ફિલ્મમાંના તેના આવા ડાયલોગથી દેશની સુરક્ષા,શાંતિ અને ભાઇચારા માટે જોખમ છે.