રિષભ પંતના પ્રદર્શનથી નારાજ થઈને રોહિત શર્માએ લીધો ક્લાસ..

52

– વિરાટ કોહલીએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 44 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો

મુંબઈ, તા. 05 સપ્ટેમ્બર 2022 : પાકિસ્તાન સામે ભારતનો એશિયા કપમાં સુપર 4 રાઉન્ડનમાં 5 વિકેટે પરાજય થયો હતો.પાકિસ્તાન માટે મોહમ્મદ રિઝવાને શાનદાર ઈનિંગ રમી હતી અને ટીમને જીત અપાવવામાં સફળ રહ્યો હતો.રિઝવાન 41 બોલમાં 71 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો.પાકિસ્તાન સામેની આ મેચમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, રિષભ પંતને દિનેશ કાર્તિકની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો હતો પરંતું પંત ફરી એકવાર અણઘડ શોટ રમીને પોતાની વિકેટ ફેંકીને પેવેલિયન પરત ફર્યો હતો.હકીકતમાં પંતને શાદાબ ખાને પોતાના રહસ્યમાં ફસાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.પંત માત્ર 14 રન બનાવી શક્યો હતો. હકીકતમાં રિષભ ફરી એકવાર ખોટા સમયે ખોટો શોટ રમીને આઉટ થયો હતો.બન્યું એવું કે પંત શાદાબના બોલને રિવર્સ સ્વીપ મારવાના ચક્કરમાં ફસાઈ ગયો.આઉટ થયા બાદ પંત જ્યારે પેવેલિયનમાં પહોંચ્યો ત્યારે ટીમના કેપ્ટન રોહિત શર્માએ ક્લાસ લીધો હતો.

સોશિયલ મીડિયા પર રોહિત અને પંતનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોહિત પંત સાથે સતત વાત કરતો જોવા મળે છે.તો બીજી તરફ ભારતીય વિકેટકીપર તેના કેપ્ટનને સમજાવતો જોવા મળે છે.તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 44 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો.વિરાટે પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.કોહલીની T20 ઈન્ટરનેશનલમાં 32મી અડધી સદી છે.

ભારતે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 181 રન બનાવ્યા હતા પરંતુ પાકિસ્તાને છેલ્લી ઓવરમાં આ લક્ષ્‍યાંક હાંસલ કરી લીધો હતો.પાકિસ્તાનની માત્ર 5 વિકેટ પડી હતી.હવે ભારતે ફાઈનલમાં પહોંચવું છે તો તેણે તેની બાકીની તમામ મેચ જીતવી પડશે.હવે ભારતીય ટીમની આગામી મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન સાથે થવાની છે.

Share Now