વિધાનસભા ચૂંટણીની કામગીરી માટે 22 નાયબ મામલતદાર અને 37 કારકુનની ચૂંટણી શાખામાં બદલી કરાઈ

80

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હવે તંત્ર સજ્જ બની ગયું છે.ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ 5 વિધાનસભામાં ચૂંટણીની પૂર્વ તૈયારી,સમયબદ્ધ કામગીરી અને આદર્શ આચારસંહિતા અંગે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા 22 નાયબ મામલતદાર અને 37 કારકુનોની ચૂંટણી વિભાગમાં બદલી કરી હંગામી મહેકમ ફાળવાયું છે.રાજ્યમાં હવે વિધાનસભાની ચૂંટણીને લઈ જ્યાં ભાજપ,કોંગ્રેસ,આપ સહિતના રાજકીય પક્ષો હરકતમાં આવી તૈયારીઓમાં ઓતપ્રોત બન્યા છે.ત્યાં તંત્ર પણ આગામી વિધાનસભા 2022 ની ચૂંટણીને લઈ એલર્ટ મોડમાં આવી ગયું છે.ચૂંટણી કામગીરીની પૂર્વ તૈયારીઓ અને આયોજન બદ્ધ સમયસર ચૂંટણી યોજવા ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને કલેકટર તુષાર સુમેરા દ્વારા જિલ્લાના ચૂંટણી વિભાગમાં હંગામી મહેકમ ભરવામાં આવ્યું છે.

જિલ્લાની પાંચ વિધાનસભા ભરૂચ,અંકલેશ્વર,વાગરા,જંબુસર અને ઝઘડિયા તેમજ 9 તાલુકા તેમજ ચૂંટણી કંટ્રોલ રૂમ ખાતે અધિકારીઓનું મહેકમ ફાળવી દેવાયું છે.આગામી 31 જાન્યુઆરી 2023 સુધી ચૂંટણી કામગીરી અને 31 જુલાઈ સુધી ચૂંટણી ખર્ચ ધ્યાને લઇ નાયબ મામલતદાર અને નાયબ મામલતદાર સંવર્ગ કારકુનની બદલી ચૂંટણી વિભાગમાં કરી દેવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી કચેરી, દરેક મતદાર વિભાગ ચૂંટણી અધિકારી, એક જ મતદાર વિધાનસભા મતદાર વિભાગ ધરાવતા તાલુકા, બે વિધાનસભા મતદાર વિભાગ ધરાવતા તાલુકા તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી કચેરી કંટ્રોલ રૂમ ખાતે કુલ 59 નાયબ મામલતદાર અને ક્લાર્કનું મહેકમ ફાળવવામાં આવ્યું છે.જેમાં 22 નાયબ મામલતદાર અને 37 ક્લાર્ક ચૂંટણી વિભાગમાં તેઓની કરાયેલી બદલીની જગ્યા ઉપર ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ફરજ બજાવશે.

ચૂંટણી પહેલા જોડતોડ શરૂ

ભરૂચ જિલ્લાના રાજકારણમાં જોડતોડની રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે. ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારો ભાજપમાં જોડાયા તો સામે વાગરામાં 100 થી વધુ ભાજપા કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ,આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ આજે વિધિવત ભાજપમાં જોડાય કેસરિયો ધારણ કર્યો હતો ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં પ્રદેશકક્ષાએથી હોદ્દેદારોમાં ભારે નારાજગી અને અણગમો જોવા મળી રહ્યો છે.જેને લઈ જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો ટપોટપ નારાજગીનામાં ધરી કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડી નાખ્યા હતા.

Share Now