ભાદરવી પૂનમે માં અંબાના ધામમાં ભક્તોનો જોશ વધારતી પોલીસ નવા જ અંદાજમાં દેખાઈ : જુઓ વિડિઓ

53

– બનાસકાંઠા પોલીસ દ્વારા યાત્રીકોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવણી માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો
– આ મહામેળા દરમિયાન અંબાજી ધામમાં પોલીસ કર્મીઓ માઈભક્તોનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળાનું મોટું મહત્વ માનવામાં આવે છે.જેથી દૂર-દૂરથી અહીંયા લોકો દર્શન કરવા માટે આવતા હોય છે.પરંતુ કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી ભાદરવી પૂનમનો મેળો યોજાયો નહોતો. પરંતુ આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાતા મોટી સંખ્યામાં લોકો પગપાળા અંબાજી જઈ રહ્યા છે.લાખો શ્રદ્ધાળુઓ માતાના દર્શનાર્થે આવતા હોય ત્યારે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ત્યારે તાજેતરમાં અંબાજી મંદિરનો વીડિયો સામે આવ્યો છે.જેમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે સાથે પોલીસ કર્મીઓ દર્શનાર્થીઓનો ઉત્સાહ વધારતા જોવા મળી રહ્યા છે.અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઇભક્તો હર્ષપૂર્વક માતાજીના જયઘોષ કરી રહ્યા છે. ધીરેધીરે અંબાજીમાં ભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે.જેને પગલે વહીવટીતંત્ર દ્વારા પણ માર્ગો પર વિસામા,આરોગ્ય અને કેમ્પો દ્વારા ચા,પાણી,નાસ્તા,ભોજન સહીતની સુવ્યવસ્થાને લઇ યાત્રિકો સુવિધા યુક્ત યાત્રા કરી રહ્યા છે. આ વચ્ચે બનાસકાંઠા પોલીસ દ્વારા પણ યાત્રીકોની સુરક્ષાને લઈને કામગીરી કરવામાં આવી રહી છે.જરૂરિયાતમંદો માટે પોલીસ કર્મચારીઓ ખડેપગે જોવા મળી રહ્યા છે.આ વચ્ચે અંબાજી મંદિરના ચાચર ચોકમાં દર્શનાર્થીઓનો પોલીસ ઉત્સાહ વધારતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

મંદિરમાં રહેલા પોલીસ કર્મીઓનો ઉત્સાહ વધારતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.બનાસકાંઠા પોલીસની આ કામગીરીની સોશિયલ મીડિયા પર લોકો સરાહના કરી રહ્યા છે.ત્યારે બિજી તરફ દર્શન કરીને જઈ રહેલા શ્રદ્ધાળુઓના મુખ પર પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે.લાખો ભાવિ ભક્તો હાલ અંબાજીમાં માતા અંબાના દર્શને આવતા તેમની માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ સાથે દૂરથી યાત્રિકો ‘બોલ મારી અંબે.. જય જય અંબે’ના પ્રચંડ જયઘોષ સાથે અંબાજીના ડુંગરાઓ ચઢી રહ્યા છે.ત્યારે પોલીસ અને વહિવટી તંત્ર દ્વારા પણ બંદોબસ્ત ગોઠવાયો છે.સંઘમાં આવતા લોકો માટે અલાયદી રેલીંગ વ્યવસ્થા કરવામાં આવી છે.દંડવત પ્રમાણ,દિવ્યાંગો,વ્હીલચેરવાળા,સિનિયર સીટીઝન્સ તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઇનમાંથી સીધા લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.યાત્રાળુઓની લાઇનમાં પીવાના પાણીની તથા લીંબુ શરબતની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

Share Now