સુરતમાં લીફ્ટમાં કિશોરી સામે પેન્ટ ઉતારનાર એન્જીનીયર યુવકનો વિડિઓ આવ્યો સામે : જુઓ ફૂટેજ

217

– કિશોરીએ માતા-પિતાને વાત કરતા CCTV ચેક કરાયા
– ભણેલા ગણેલા અને સારી નોકરી કરતાં યુવાનો પણ વિકૃત વાસનાથી પીડાતા હોવાની પુરાવારૂપ ઘટનામાં સુરત શહેરના અડાજણના વિસ્તારમાં રહેતા અને રિલાયન્સ કંપનીમાં જુ.

ઈજનેર તરીકે નોકરી કરતાં 27 વર્ષીય યુવાને લિફ્ટમાં 15 વર્ષીય તરૂણી સામે અશ્લીલ હરકત કરી હતી.આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે.યુવકની આ અશ્લ્લીલ હરકતથી એપા.માં રહીશો રોષે ભરાયા હતા અને હવસખોરને પોલીસને સોંપ્યો હતો.આ ઘટના સોમવારે રાત્રે સાડા આઠથી રાત્રે પોણા નવ વાગ્યાના અરસામાં પ્રકાશમાં આવી હતી.

અડાજણ વિસ્તારના આનંદ મહેલ રોડ ઉપર એક એપર્મેન્ટમેન્ટમાં ચોથા માળે રહેતી 15 વર્ષીય તરુણી ટિફીન લેવા નીચે જવા માટે લિફ્ટમાં પ્રવેશી હતી.તે વખતે આ તરૂણીના ફ્લેટની સામે રહેતો અને રિલાયન્સ કંપનીમાં જુનીયર ઇજનેર તરીકે નોકરી કરતો સાગર સુનિલ પટેલ (ઉ.વ.27) દોડીને લિફ્ટમાં ઘસી આવ્યો હતો.ઉતાવળે ધસી આવેલાં આ યુવાને લિફ્ટમાં જ તરૂણીની છેડતી કરી અશ્લીલતાની હદ પાર કરી નાંખી હતી.ડઘાઇ ગયેલી તરૂણીએ લિફ્ટમાંથી બહાર નીકળી ત્વરિત માતા અને પિતરાઇને જાણ કરતાં જ બિલ્ડીંગનાં રહીશો ભેગા થઇ ગયા હતા.જે બાદ લિફ્ટના CCTV કેમેરામાં ચેક કરતાં તેમાં પણ આ યુવાનની હરકતો કેદ થઇ ગઇ હતી.નબીરાની હરકતથી રોષે ભરાયેલાં રહીશો મોડી રાત્રે અડાજણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજની કલીપ સાથે ફરિયાદ નોંધાવતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

Share Now