– દારૂ આપણને પી જાય છે પણ આપણે દારૂને પીવાનો છે : જગમલ
– ગુજરાતમાં દારૂબંધી વચ્ચે આપના નેતાએ દારૂ પીવાની સલાહ આપી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટી દ્વારા પોતાની પાર્ટીની સારી છબી બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.તેવામાં આમ આદમી પાર્ટીના ગીર સોમનાથના ઉમેદવારે કંઈક એવું કીધું કે સાંભળીને બધાના હોશ જ ઉડી ગયા.આમ આદમી પાર્ટીના આ નેતાના શબ્દોએ એક નવો વિવાદ સર્જાયો હોય તેમ જોવા મળી રહ્યું છે.ગુજરાતમાં દારૂબંધી વચ્ચે આમ આદમી પાર્ટીના એક નેતાનો બફાટ સામે આવ્યો છે.આમ આદમી પાર્ટીના નેતા જગમલ વાળાનો દારૂ અંગે વાણીવિલાસ સામે આવતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.આમ આદમી પાર્ટીના આ નેતાએ ચૂંટણીના પ્રચારમાં જાહેરમાં જ લોકોને ખુલ્લેઆમ દારૂ પીવાનું કહી રહ્યા છે.તેમના દ્વારા કહેવામાં આવે છે કે, દારૂ પીવાય એટલો પીવો.દુનિયાભરના દેશોમાં દારૂ પીવાય છે.મોટા-મોટા IPS, IAS, મોટા ડોકટરો,અધિકારીઓ પણ દારૂ પીવે છે.દેશભરમાં દારૂની છૂટ એટલે સાબિત થાય છે કે દારૂ ખરાબ નથી.
વધુમાં જગમલ વાળા દ્વારા કહેવામાં આવે છે કે, આખી દુનિયામાં દારૂ પીવાની છૂટ છે.આપણા દેશમાં 140 કરોડની વસતી છે.એમાં પણ આખા દેશમાં દારૂ પીવાની છૂટ છે.ગુજરાતમાં સાડા 6 કરોડની વસતી છે.જેમાં દારૂબંધી છે.એટલે સાબિત થઈ જાય છે કે, દારૂ ખરાબ નથી.પણ દારૂ આપણને પી જાય છે.આપણે દારૂને પીવાનો છે.મહત્વનું છે કે,આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં જોઈ શકાય છે કે, કોઈ સભામાં તેઓ ઉપસ્થિત રહીને આ પ્રકારની વાતો કરી રહ્યા છે.વિડીયોમાં અન્ય લોકો પણ જોવા મળી રહ્યા છે.વિડીયોમાં જોઈ શકાય છે કે, આખી દુનિયામાં દારૂ પીવાની છૂટ છે.જેથી તમે પણ જેટલો પીવો હોય એટલો દારૂ પીવો જેવી વિવાદીત વાત કરવામાં આવી રહી છે.જેને લઈને એક નવો વિવાદ ઉભો થતો જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાંથી અગાઉ અમદાવાદના ઉમેદવાર દારૂ અને હુક્કાની પાર્ટીની મજા માણતો હોવાની તસવીરો સામે આવી હતી.ત્યારે ફરી એકવાર આપના જ ઉમેદવાર દ્વારા દારૂ પીવો જોઈએ જેવી વાતો કરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવીને મોટી-મોટી વાતો કરે છે.ગેરંટી કાર્ડ આપી રહ્યા છે.જ્યારે તેમના જ ઉમેદવારો દ્વારા આવી હરકતો કરાતા આમ આદમી પાર્ટી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.