નિકાહ બાદ રાખી સાવંતે નવું નામ ફાતિમા આદિલ દુરાની ધારણ કર્યું, પતિએ કહ્યું કે મેં તો લગ્ન જ…

60

નવી દિલ્હી,તા. 12 જાન્યુઆરી, 2023, ગુરુવાર : બોલીવૂડની ડ્રામા ક્વિન રાખી સાવંતે શેર કરેલી પોસ્ટ પ્રમાણે 7 મહિના પહેલાં આદિલ સાથે લગ્ન કરી લીધા છે.આ ન્યુઝને લઇને ફેન્સ અને યુઝર્સ પણ હેરાનીમાં નાંખી દીધા છે.કોર્ટ મેરેજના ફોટો શેર કરીને રાખી સાવંતે ફેન્સને જણાવી દીધુ છે કે,તેના લગ્ન 7 મહિના પહેલાં આદીલ સાથે થઇ ગયા છે.ત્યારે આ ખબરને લઇને ડ્રામા ક્વિને ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે.

રાખી સાવંતનું કહેવુ છે કે, આદિલ હવે તેની સાથે વાત નથી કરી રહ્યો.એક ઈન્ટરવ્યુમાં ‘ડ્રામા ક્વીન’ કહે છે કે, તે હવે લવ જેહાદથી ડરી ગઈ છે.કારણ કે, આદિલનો પરિવાર તેના પર ખૂબ દબાણ કરી રહ્યો છે,જેના કારણે તે તેમની સાથે વાત નથી કરી રહ્યો.રાખીએ આદિલ અન્ય યુવતી સાથે રિલેશનશિપમાં હોવાની વાત પણ કરી છે.

રાખી સાવંતે કહ્યું કે, આદિલનું કોઈ અન્ય સાથે અફેર છે.લગ્ન પછી પણ તે કોઈ બીજા સાથે છે.આદિલના આ કૃત્ય જોયા બાદ રાખીએ પોતાના અન્ આદિલના લગ્નની વાત મીડિયામાં કહી છે.

રાખીએ નામ બદલ્યુ

રેખીએ એ પણ જણાવ્યું કે, લગ્ન બાદ તેણે પોતાનું નામ બદલી નાખ્યું હતું.તેણે પોતાનું નામ ફાતિમા રાખ્યું છે.બીજી તરફ આદિલે નિકાહના સમાચારને નકારી કાઢ્યા છે.આદિલ કહે છે કે તેણે અને રાખીએ લગ્ન કર્યા નથી.

Share Now