– કસ્ટમના બિનસંવેદનશીલ વર્તનની ઝાટકણી કાઢી
– 90 લાખના હીરાના માહિતી આપનારા ખબરીની વિધવાને વળતર આપવા કસ્ટમને આદેશ
મુંબઈ : સત્તાવાળાઓને મહત્ત્વની માહિતી આપવામાં ખબરીઓ મોટું જોખમ ઉઠાવે છે અને સત્તાવાળાઓએ સરકારી નીતિ અનુસાર તેમને વળતર આપવું જોઈએ એમ હાઈકોર્ટે તાજેતરમાં નિરીક્ષણ કર્યું હતું.આ કેસમાં કોર્ટે કસ્ટમ્સ ઓથોરિટીને ૨૦૧૫ની નીતિ અનુસાર ખબરીની વિધવાને વળતર આપવાનો આદેશ આપ્યો હતો.ખબરીએ રૃ. ૯૦ લાખના હીરા જ્વેલર દ્વારા દાણચોરી કરાતા હોવાની માહિતી ૧૯૯૧માં આપી હતી.
નીતિ અનુસાર વળતર મેળવવાનો કોઈ કાનૂની હક નથી પણ વળતર ફગાવવાનો અભિગમ ખબરીને હતાશ કરવા જેવો નહોવો જોઈએ.તેઓ મોટું જોખમ ખેડતા હોય છે.આ કેસમાં અઓથોરિટીએ જડ વલણ અપનાવ્યું છે.ડિપાર્ટમેન્ટે સંવેદનશીલ થઈને આ કેસ હાથ ધરવો જોઈતો હતો.
ખબરીની વિધવાએ દલીલ કરી હતી કે ૨૦૧૦માં પતિના મૃત્યુ પૂવે તે ૧૯૯૨ની ટિપ માટે વળતરને લઈને અવારનવાર જાણકારી મેળવતા હતા.તેને રૃ. ત્રણ લાખનું વચગાળાનું વળતર અપાયું હતું. ૧૯૯૨ના અકસ્માતમાં ખબરીએ આંખ ગુમાવી હોવાની પણ કોર્ટને જાણ કરવામાં આવી હતી.
ઓથોરિટીએ ખબરીની ઓળખને લઈને વાંધો ઉઠાવ્યો હતો.આ વલણને જોહુકમી ભર્યું ગણાવીને અરજદારે ઓથોરિટીએ વચગાળાનું વળતર આપ્યું હોવાની વાત પ્રત્યે ધ્યાન દોર્યું હતું. આથી કોર્ટે મહિલાનો દાવો યોગ્ય હોવાનું ઠેરવ્યું હતું.આ કેસમાં કોર્ટની મધ્યસ્થી જરૃરી છે ન્યથા ન્યાય મળશે નહીં.