૪૭૬૦ કરોડના બેંક લોન છેતરપિંડી કેસમાં GTL વિરુદ્ધ કેસ દાખલ

108

– બેંક છેતરપિંડીના કેસમાં સીબીઆઇની કાર્યવાહી
– કંપની,અજ્ઞાાત ડાયરેક્ટરો,અધિકારીઓ અને વેંડર પર આઇપીસીની ગુનાહિત કાવતરુ,છેતરપિંડી ઉપરાંત ભ્રષ્ટાચારની જોગવાઇઓ હેઠળ કેસ દાખલ કરાયો

નવી દિલ્હી, તા. ૨૭ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ આઇડીબીઆઇ બેંકના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથ માટે ૪૭૬૦ કરોડ રૃપિયાની લોનનો મોટો હિસ્સો કથિત રીતે અન્ય જગ્યાએ ઉપયોગ કરવાના આરોપમાં ટેલિકોમ ઇન્ફ્રા કંપની જીટીએલ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર એજન્સીએ કંપની,અજ્ઞાાત ડાયરેક્ટરો,અધિકારીઓ અને વેંડર પર આઇપીસી હેઠળ ગુનાહિત કાવતરુ,છેતરપિંડી ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઇઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.એફઆઇઆર અનુસાર કંપનીએ કથિત રીતે પોતાના વેંડર,અજ્ઞાાત બેંક અધિકારીઓ અને અન્ય લોકોની સાથે કાવતરું રચી લોનની રકમનો મોટા ભાગનો હિસ્સાનો અન્ય હેતુ માટે ઉપયોગ કર્યો હતો અથવા ઉચાપત કરી લીધી હતી.

એફઆઇઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જીટીએલ લિમિટેડ સામગ્રી અને માલસામાન પહોંચાડયા વગર દર વર્ષે વેંડરને એડવાન્સ રકમની ચુકવણી કરી રહી હતી.

આઇડીબીઆઇ બેંકે ૨૦૧૧માં કંપનીનું વિશેષ ઓડિટ કર્યુ હતું અને વેન્ડરની સાથે શંકાસ્પદ લેવડદેવડનો મુદ્દો ઉઠાવ્યો હતો.એજન્સીની આર્થિક અપરાધ શાખાના જણાવ્યા અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબાીઆઇ)એ આ અંગે આઇડીબીઆઇ બેંકને એક એપ્રિલ, ૨૦૧૬ના રોજ ચેતવણી આપી હતી.

Share Now