અબજો રૂપિયાની સંપત્તિ ધરાવતા રિયલ એસ્ટેટ કંપનીના માલિક ચીની ઉધોગપતિ હુઈ કા યાન દેવાદાર થઈ ગયા

47

ચીન વર્તમાનમાં કોરોનાના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.બીજી તરફ ત્યાંના ઉધોગપતિઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે.તેમણે કોરોનાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.એવા જ એક ઉદ્યોગપતિ હુઈ કા યાન જેઓ એક સમયે આખી દુનિયામાં નામના ધરાવતા હતા તેઓ આજે
પોતાની તમામ સંમતિ ગુમાવી બેઠા છે.

અહીં વાત એક સમયે ચીનના સૌથી ધનિક અને એવરગ્રૈંડ ગ્રુપના ચેરમેન હુઈ કા યાનની થઈ રહી છે.જેઓ આજથી પાંચ વર્ષ પહેલા 42 અબજ ડોલરની સંપતિના માલિક હતા.જે આજે ઘટીને ફક્ત 3 અબજ ડોલર સુધી પહોંચી છે.તેમની કુલ સંપતિના 93% સંપતિ ઘટી ગઈ છે.

બ્લુમબર્ગ દ્વારા જાહેર કરેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેમની ઉપર 300 અબજ ડોલરનું દેવું છે.એવું પણ કહેવાય રહ્યું છે કે તેઓ ચીનના સૌથી મોટા દેવાદાર છે.જો કે તેમણે તેમનું આ દેવું ભરપાઈ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે ત્યાં સુધી કે તેમણે તેમની અંગત મિલકતો જેમાં તેમનું ઘર અને પ્રાઈવેટ જેટ સુધી વેચી નાંખ્યા છે.છતાં દેવું ભરપાઈ થઈ શક્યું નથી.

હુઈ કા યાન જે કંપનીના ચેયરમેન છે તે એવરગ્રૈંડ કંપનીએ ચીનની જ નહીં પરંતુ દુનિયાની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીમાં ગણાતી હતી.સીએનએનના એક રિપોર્ટ અનુસાર હાલમાં પણ આ કંપનીમાં 2,00,000થી વધુ લોકો કામ કરી રહ્યા છે.સંપતિમાં થયેલા નુકસાનના કારણે તેમને રાજકારણમાં પણ મુશ્કેલી પડી રહી છે.તેમને ચીનના ઉધોગપતિઓ દ્વારા ચલાવવામાં આવતા ગ્રુપ CPPCCમાંથી પણ બરતરફ કરવામાં આવ્યા છે. CPPCCનું પુરૂ નામ ચીની પીપુલ્સ પોલિટીકલ કંસલ્ટેટિવ કોન્ફરન્સ છે.જેમાં ચીનના પ્રતિષ્ઠિત ઉધોગપતિઓ,ઉચ્ચ સરકારી અધિકારીઓ અને રાજનેતાઓ સભ્યો તરીકે હોય છે.એક સમયે આ ગ્રુપમાં પોતાની પકડ ધરાવતા હુઈ કા યાનને ગત વર્ષે થયેલી વાર્ષિક સભામાં આમંત્રણ પણ નહોતુ.ઉપરાંત નવા 300 સભ્યોની કમિટીમાં પણ તેમનું નામ નથી.

એક રિપોર્ટ અનુસાર, માત્ર હુઈ જ નહીં,પણ શિમાઓ ગ્રૂપ હોલ્ડિંગ્સ લિમિટેડના હુઈ વિંગ મોઉ,ગુઆંગઝૂ R&F પ્રોપર્ટીઝ કંપનીના સહ-સ્થાપક ઝાંગ લી અને પાવરલોંગ રિયલ એસ્ટેટ હોલ્ડિંગ્સના હોઈ કિન હોંગ સંપતિ ગુમાવવાના લિસ્ટમાં સામેલ છે. ઉપરાંત તેઓ હવે CPPCC નો ભાગ પણ રહ્યા નથી.

Share Now