ચૌધરી સમાજના જેલ ભરો આંદોલન વચ્ચે વિપુલ ચૌધરીને ઝાટકો, હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

87

અમદાવાદ ; મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી છે.હાઇકોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી દીધી છે.નિયમિત જામીન મેળવવા વિપુલ ચૌધરીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.રાજનૈતિક કિન્નાખોરીમાં પોતાની ઉપર ખોટો કેસ
થયો હોવાની હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી.વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય દબાણમાં કેસ કરાયો હોવાની ફરિયાદ કરી હતી.

વિપુલ ચૌધરીએ વર્ષ 2015માં ચેરમેન પદેથી મુક્ત થયા બાદ સાત વર્ષના વિલંબ બાદ કરવામાં આવેલી ફરિયાદ તથ્ય વિહોણી હોવાની પણ રજૂઆત કરી હતી અને જામીન માટે માગ કરી હતી. જો કે રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કર્યો હતો. ત્યારે આજે હાઈકોર્ટે વિપુલ ચૌધરીની અરજી ફગાવી દીધી છે.

એન્ટીકરપ્શન બ્યુરોને મળેલા પ્રાથમિક પુરાવાઓ અંગે કોર્ટને જાણકારી આપવામાં આવી હતી.લગભગ 300 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આરોપ સાથે ACBએ વિપુલ ચૌધરી પર કર્યો છે.વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખ સામે પણ ગુનો નોંધાયો હતો.હાલ જેલમા બંધ શૈલેષ પરીખને મોટી રાહત આપતાં હાઈકોર્ટે શૈલેષ પરીખના જામીન મંજૂર કર્યા છે.

વિપુલ ચૌધરીના સમર્થનમાં જેલભરો આંદોલન

ગાંધીનગર ખાતે અર્બુદા સેનાએ વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ નોંધાવ્યો હતો.વિપુલ ચૌધરીના સમર્થનમાં જેલભરો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ગઈકાલે મહેસાણા બાદ આજે ગાંધીનગરમા કાર્યક્રમ યોજાયો હતો.વિપુલ ચૌધરી ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે.વિપુલ ચૌધરી સામેના ખોટા કેસો પાછા ખેંચવાની અર્બુદા સેનાની માંગ છે. 100 જેટલા કાર્યકરો હાજર રહ્યા હતા.જોકે, પોલીસની મંજુરી ન હોવાને કારણે અર્બુદા સેનાની કાર્યકરોની અટકાયત કરાઈ હતી.100થી વધુ અર્બુદા સેનાના સભ્યો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. તેમજ સરકાર વિરોધી નારા લગાવી વિપુલભાઈને ન્યાય આપવા માંગ કરી હતી.મંજૂરી વિના વિરોધ કરવા આવેલ અર્બુદા સેનાના સભ્યોની પોલીસે કરી અટકાયત.

Share Now