– આપના માળખામાં ફેરફાર કરવા માટે કવાયત હાથ ધરી
– સારી કામગીરી કરનાર કાર્યકર્તાઓને વધુ જવાબદારી અપાશે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભારે બહુમતી સાથે જીત મેળવી સરકાર બનાવી છે.પરંતુ તેને સીધી ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી હતી.જેમાં આપના ફાળે માત્ર 5 બેઠક આવી છે.જ્યારે રાજ્યમાં આવતી અન્ય ચૂંટણીમાં પણ લડી લેવા માટે આપ તૈયાર છે.ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિધીવત રીતે ચાર્જ સંભાળ્યો છે.
AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યુ હતુ કે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે આજે મે વિધીવત રીતે ચાર્જ સંભાળ્યો છે.આજે ગુજરાતની જનતા માટે લડવા માટે નિર્ધાર કર્યો છે.એવી વાત વહેતી થતી હતી કે ત્રીજો પક્ષ ગુજરાતમાં નથી ચાલતો.પરંતુ આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી એક જ ઝાટકે પાંચ વિધાયક અને 41 લાખથી વધુ વોટથી સાબિત કરી દીધુ છે કે રાજ્યમાં મજબૂત અને લોકોનો અવાજ બની શકે તેવો પક્ષ હોય તો તે ચાલી શકે છે. પહેલી જ વખતમાં આટલી સીટો ગુજરાતનાં ઇતિહાસમાં નથી આવી.એટલા માટે આજે પ્રદેશ પ્રમુખનો ચાર્જ લઇને નિર્ધાર કર્યો છે કે આગામી સમયમાં મારા તમામ કાર્યકર્તાઓનું વિધિવત રીતેનું માળખુ ફેરફાર સાથે તૈયાર કરવામાં આવશે.જે હોદ્દાઓ છે એ અત્યારે કાર્યરત રહ્યા છે.જ્યાં-જ્યાં અમને લાગશે ત્યાં ફેરફાર કરીશું.આગામી છ મહિના સુધી તમામ લોકોને સંગઠન બનાવવા ઉપર ભાર મૂકવા આજથી જણાવવામાં આવે છે.એક-એક કાર્યકર્તાઓ,જિલ્લા-તાલુકાના હોદ્દેદારો અમે ફરીથી એક માળખુ રચીશું.
અત્યાર સુધી જે માળખુ હતુ કે ચૂંટણીલક્ષી માળખું હતુ.ફરીથી તાલુકા,જિલ્લા અને ગ્રામ્યની સમિતી બનાવવામાં આવશે.આગામી સમયમાં આ લિસ્ટ જાહેર કરવામાં આવશે.જે કાર્યકર્તાઓ કામ કરે છે તેની જવાબદારીમાં વધારો કરવામાં આવશે.જે કાર્યકર્તાઓ નિષ્ક્રિય રહ્યા છે તેઓનું પણ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.તેથી તેમણે પણ એવો મેસેઝ જાય કે પક્ષથી મોટુ કોઇ નથી.આમ આદમી પાર્ટીએ લોકોની સેવા માટે આવી છે.વધુમાં વધુ સારા લોકો જોડાયા છે તેનો અમને આનંદ છે.
10 વર્ષમાં બે સરકાર ભારતના ઇતિહાસમાં કોઇએ બનાવી નથી.જે આમ આદમી પાર્ટીએ કરી બતાવ્યુ છે.દિલ્હી અને પંજાબમાં પ્રથમ વખત પૂર્ણ બહુમત ન આવી પરંતુ બીજી વખત સરકાર બની તેવી જ રીતે ગુજરાતમાં પણ 41 લાખ વોટ મળ્યા એટલે અમને પૂર્ણ વિશ્વાસ છે કે 2027માં પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટી પૂર્ણ સરકાર બનાવશે.લોકસભાની ચૂંટણી પણ આમ આદમી પાર્ટી 26 સીટ પર મજબૂતાઇથી લડશે. 95 જેટલા ઉમેદવાર કે જે સારી કામગીરી સાથે લડ્યા છે તેને વિધાનસભા જિલ્લા પ્રમુખ તરીકે આગામી સમયમાં નિયુક્તિ કરીશું.જિલ્લા,તાલુકા અને શહેરમાં જે લોકો વધારે એક્ટીવ રહ્યા છે તેઓને વધુ જવાબદારી આપવામાં આવશે.