BREAKING : સુરત ખોજા સમાજના વેપારી પુત્ર કૌમિલ દૂધવાળા અપહરણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ ટોલ નાકા પાસેથી 4 આરોપીને દબોચ્યા : બે રિવોલ્વર પણ મળી

154

– ઉમરા અને DCB પોલીસની પ્રશંસનીય કામગીરી
– પોલીસે ગણતરીની કલાકોમાં અપહરણકર્તાને ઝડપ્યા

સુરત : પોશ વિસ્તારમાંથી વેપારીના પુત્રના અપહરણનો કેસનો ભેદ ઉકેલાઇ ગયો છે.ઉમરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં 4 આરોપીની ધરપકડ કરી છે.રાત્રીના સમયે ભરૂચ ટોલ નાકા નજીકથી આ આરોપીઓ ઝડપાયા છે.અપહરણ કરતા પાસેથી 2 રિવોલ્વર પણ મળી આવી છે.ગઈકાલે અપહરણકર્તાઓ વેપારીના પુત્રને કામરેજ ખાતે મૂકી ભાગી ગયા હતા.આ કેસમાં આરોપીઓએ 2 કરોડની ખંડણી પણ માંગવામાં આવી હતી. કારમાં વહેલી સવારે અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓની પૂછપરછમાં કેટલાક ખુલાસા થાય તેવી સંભાવના છે.

સુરત શહેરના ઘોડદોડ રોડના કરીમાબાદ ખાતે રહેતા ખોજા સમાજના વેપારી અનવર દૂધવાલાના પુત્ર કૌમીલ દૂધવાલા (ઉ.વ.32)નું અપહરણ કરવામાં આવ્યા બાદ ગત રોજ મોડી સાંજે છૂટકારો થયો હતો.અપહરણકર્તાઓએ 3 કરોડની ખંડણી પણ માંગી હતી.અપહરણમાં સંકળાયેલા ચાર ઈસમોને બે રિવોલ્વર સાથે ભરૂચ ટોલનાકા પાસેથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

ઘટના શું હતી?

ગત રોજ ગુરુવારે રોજની જેમ કૌમિલ બાઇક પર વહેલી સવારે 6.54 કલાકે જિમ જવા માટે નીકળ્યો હતો. ઘરેથી નીકળતાં જ 350 મીટરના અંતરે કૃષ્ણકુંજ સોસાયટીના નાકા પાસે સ્પીડ-બ્રેકર આવતાં બાઇક ધીમી પાડતાં અપહરણકર્તાઓએ બાઇકને ટક્કર મારી દીધી હતી.ત્યાર બાદ કારમાંથી ચાર લોકોએ વેપારીના પુત્રને જબરદસ્તી કારમાં બેસાડી ફરાર થઇ ગયા હતાં.બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.જ્યા પોલીસને પુત્રની બાઇક અને બૂટ પડેલા મળી આવ્યાં હતાં.નજીકના બંગલાઓનું સીસીટીવી ચેક કરતાં એક સફેદ કલરની સ્કોડા કાર દેખાઇ હતી. જોકે કારનો નંબર દેખાતો ન હતો.

વેપારી પુત્રને અપહરણકર્તા કામરેજ છોડી નાસી ગયા

એકાદ કલાક પછી અપહરણકર્તાઓએ વેપારીના પુત્રના મોબાઇલથી તેના પિતાને કોલ કરી 3 કરોડની ખંડણી માગી હતી.અપહરણકર્તાઓએ સવારે 8.30 વાગ્યેથી કોલ કરવાના શરૂ કર્યા અને લગભગ ખંડણીના 7થી 8 કોલ કર્યા હતા.ખંડણીમાં 3 કરોડની માગણી કરી પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે અપહરણકર્તાઓ બપોરે 04.30 બાદ કૌમિલને કામરેજ છોડી નાસી ગયા હતા.છુટકારા બાદ કૌમિલે વરાછા આવી રિક્ષાચાલકના મોબાઇલમાંથી પરિવારજનોને જાણ કરી હતી.

અપહરણકર્તાઓએ પહેલા 3 પછી 2 છેલ્લે 1 કરોડ માગ્યા હતા

અપહરણકર્તાઓ હિંદીમાં વાત કરતા હતા.શરૂઆતમાં 3 કરોડની ખંડણી માગી,પછી પરિવારે આટલી મોટી રકમ ન હોવાની વાત કરી તો પછી 2 કરોડ પર આવ્યા,છેવટે 1 કરોડ ખંડણી માગી હતી.વેપારીના પુત્રને અપહરણકર્તાઓએ કારમાં સુરત જિલ્લાના ગામડાંમાં કીમ,માંડવી,કઠોર,તડકેશ્વર જેવા વિસ્તારોમાં ફેરવતા રહ્યા હતા.અપહરણકર્તાઓ પાસે હથિયાર હોવાને કારણે વેપારીનો પુત્ર ડરી ગયો હોઈ જેને કારણે તે કંઈ બોલી શકતો ન હતો.

Share Now