HM BREAKING : ડેલકર આત્મહત્યા કેસમાં દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહીત નવ જણાની સંડોવણી : વાંચો વિગતે કોણ કોણ છે આત્મહત્યા કેસમાં ત્રાસ આપનારા

1532

સુરત/દાદરાનગર : સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલની સામે એફઆઈઆર દાખલ કરી દીધી છે.ડેલકરના પુત્ર અભિનવ અને પત્ની કલાબેને પ્રફુલ્લ પટેલની સામે ફરિયાદ નોંધાવી હતી.

મુંબઈ પોલીસે પ્રફુલ્લ પટેલની સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાનો ગુનો દાખલ કર્યો છે.મોહન ડેલકરે 15 પાનાની સ્યુસાઈડ નોટમાં ઘણા લોકોના નામનો ઉલ્લેખ કર્યો હતો તેમાં પ્રફુલ્લ પટેલનું નામ પણ સામેલ હતું.પોલીસે દાદરા નગર હવેલીના કલેક્ટરની સામે પણ ફરિયાદ નોંધી છે.ડેલકરના પુત્ર અભિનવ અને પત્ની કલાબેને મરિન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં જઈને આરોપી પ્રફુલ્લ પટેલની સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસ અધિકારીએ કહ્યું કે અમે પ્રફુલ્લ પટેલની સામે ફરિયાદ દાખલ કરી છે અને તપાસ આરંભી દીધી છે જે મુજબ આઇપીસીની કલમો 306,506,389,120 B મુજબ 9 જણાના FIR માં નામ છે

આ પૈકી સૌથી પહેલું નામ દાદરાનગરના પ્રસાશક પ્રફુલ પટેલનું છે ત્યારબાદ કલેક્ટર સંદીપ સિંહનું છે.અન્ય આરોપીઓમાં પણ સામેલ છે જેઓ સંઘપ્રદેશના હાલના ડીવાયએસપી મનસ્વી જૈન છે જયારે અન્ય આરોપીઓમાં શરદ ભાસ્કર દરાદે જે અગાઉ સિલ્વાસામાં એસપી તરીકે તૈનાત હતા,ડેપ્યુટી કલેક્ટર અપૂર્વ શર્મા,સિલ્વાસા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મનોજ પટેલ,જેમાં લો સેક્રટરી રોહિત યાદવ,સિલ્વાસા નગરપાલિકાના ભાજપ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના મોટા ભાઈ ફતેસિંહ ચૌહાણ છે તેમજ તલાટી દિલીપ પટેલના નામો એફઆઈઆરમાં છે.આ તમામ મોટા માથાઓ વિરુદ્ધ ગુનો નોંધાતા સંઘ પ્રદેશ દમણ દાદરાનગરમાં હડકંપ મચી જવા પામ્યો છે.આ તમામ પૈકી IRS ,IPS અધિકારીઓ દ્વારા મોહન ડેલકરને સખ્ત ત્રાસ આપવામાં આવ્યો હતો જેને લઇ સાંસદ ડેલકરે મુંબઈ જઈ આપઘાત કરી લીધો હતો.હવે આ મામલે મુંબઈ પોલીસે મોટા અધિકારીઓને પકડવા મેદાને આવે તેવી શક્યતાઓ વચ્ચે દાદરાનગર પોલીસ અને મુંબઈ પોલીસ વચ્ચે પણ આવનારા દિવસોમાં ધમાસાણ સર્જાઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું હાલના તબબકે લાગી રહ્યું છે.બીજી તરફ ભાજપ તરફ પ્રેમ રાખતા અને મૂળ RSS કેડેરના પ્રફુલ પટેલ નરેન્દ્ર મોદીના નિકટવર્તી હોવાથી પણ શિવસેના અને ભાજપ વચ્ચે પહેલાંથી તણખા ઝરી રહ્યા છે ત્યારે મુંબઈ પોલીસે 9 જણા વિરુદ્ધ ગુનો નોંધતા રાજકીય વાતાવરણ પણ ગરમાઈ ચૂક્યું છે અને ડેલકરના સમર્થકો તેમજ સંઘપ્રદેશના લોકોને ન્યાય મળે એવી આશા પણ પ્રબળ બની છે.હાલના તબબકે સમગ્ર પંથકમાં ખાસ કરીને આઇપીએસ અને આઈરિશ લોબીમાં સ્ન્નાટો છવાઈ જવા પામ્યો છે.

ભાજપના નેતાઓના દબાણને કારણે સાંસદને આપઘાત કરવાની ફરજ પડી-શિવસેના સાંસદ

મોહન ડેલકર આપઘાત કેસની તપાસ સીટ દ્વારા કરાવવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે મહહારાષ્ટ્ર સરકારે સારુ પગલું ભર્યું છે.ભાજપના કેટલાક નેતાઓના દબાણને કારણે સાંસદને આપઘાત કરવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે ખેદજનક છે કે કેન્દ્ર સરકારે બીજા આપઘાત કેસમાં સીબીઆઈ અને બીજી એજન્સીઓની તપાસમાં જે રીતે ઉતાવળ કરી તેવી ઉતાવળ મોહન ડેલકર કેસમાં કરાઈ નથી.

Share Now