– ભાટીયા કોલ કોર્પોરેશનના દેવેન્દ્ર ભાટીયાની ધરપકડ કરતા મગદલ્લા સ્થિત અન્ય કોલ માફિયાઓમાં ફફડાટ ફેલાયો
– મુંબઈની સ્થાનિક કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં બનાવતી ફોર્જ્ડ ડોકયુમેન્ટ્સ રજુ કરતા દેવેન્દ્રસિંહ ભાટીયાની મુંબઈ પોલીસે ધરપકડ કરી
– પ્રાથમિક તબબકે કોલ માફિયાઓને ડર લાગ્યો હતો કે શું ટેક્સ ઇવેઝન (ચોરી ) મુદ્દે કાર્યવાહી થઇ છે જેને લઇ દિવસભર મુદ્દો ચગ્યો
( EDITOR – જિગર વ્યાસ દ્વારા ) સુરત/મુંબઈ : તા.27/03/2021 : સુરતના મગદલ્લા પોર્ટ સ્થિત ભાટીયા કોલ કોર્પોરેશન નામે કોલસાનો અન્ય જુદા જુદા શહેરોમાં વેપાર કરતા ઉદ્યોગપતિ દેવેન્દ્રસિંહ ભાટિયાને મુંબઈ અંધેરી પોલીસ સ્ટેશનના પી.આઈ અજય કુલકર્ણી અને તેમની ટીમ દ્વારા ગતરોજ બપોરે ઉંચકી લેવામાં આવ્યા હતા જેની પાછળનું કારણ ભાટિયા કોલના દેવેન્દ્ર ભાટિયાએ મુંબઈની સ્થાનિક કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં બનાવતી ફોર્જ્ડ ડોકયુમેન્ટ્સ રજુ કર્યા હતા જેના કારણે તેમની ધરપકડ કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
આ અંગે ”હિન્દુસ્તાન મિરર” દ્વારા મુંબઈ અંધેરી પોલિસના પોલીસ ઇન્સ્પેક્ટર અજય કુલકર્ણીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો જેમાં તેમને જણાવ્યું હતું કે મુંબઈની કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં સુરતના મગદલ્લા સ્થિત ભાટીયા કોલ કોર્પોરેશનના માલિક દેવેન્દ્રસિંહ ભાટીયાએ કોર્ટમાં ખોટા દસ્તાવેજો રજુ કર્યા હતા જે બાબતે ગયા વર્ષે અંધેરી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જેના અનુસંધાને ગઈકાલે બપોરે અંધેરી પોલીસ ટીમે ભાટીયા કોલના દેવેન્દ્દ્રસિંહ ભાટીયાની ધરપકડ સુરતથી કરી હતી અને ત્યારબાદ તેમને મુંબઈ લઇ જવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, ઈમ્પોર્ટેડ કોલસો આયાત કરતા મગદલ્લા પોર્ટ સ્થિત ભાટિયા કોલ કોર્પોરેશનના દેવેન્દ્ર ભાટિયાએ મુંબઈ કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં ફોર્જ્ડ ડોકયુમેન્ટ્સ રજુ કર્યા હતા જે બાબતે તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને આ અગાઉ પણ મગદલ્લા પોર્ટ ખાતે વિદેશથી કોલસો આયાત કરતા ભાટીયા કોલ અગાઉ વેટ ચોરી કૌભાંડમાં પણ સંડોવાઈ ચૂક્યું છે.ગતરોજ અંધેરી પોલીસે દેવેન્દ્ર ભાટીયાની ધરપકડ કરી ત્યારબાદ રાજકીય આકાઓ અને ભાટીયાને હેમખેમ છોડાવવા અને કેસ તેમજ તપાસ ઢીલી કરવા કેટલાક રાજકીય આગેવાનોએ ધમપછાડા શરુ કર્યા હતા પરંતુ મુંબઈ પોલીસે રજીસ્ટર્ડ કેસ કે જે ગત વર્ષે નોંધાયો હોય ભાટીયા કોલ કોર્પોરેશનના દેવેન્દ્ર ભાટીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.મુંબઈ પોલીસે ભાટીયા કોલ કોર્પોરેશનના મલિક દેવેન્દ્રસિંહ ભાટીયાની ધરપકડ કરતા મગદલ્લા પોર્ટ સ્થિત અન્ય કોલસાના વેપારીઓ અને ઉદ્યોગપતિ જૂથમાં સોંપો પડી જવા પામ્યો હતો.મુંબઈ પોલીસે ધરપકડ કરી હોવાની વાત શહેરભરમાં વાયુવેગે પ્રસરી જતા પ્રાથમિક તબબકે કોલ માફિયાઓને ડર લાગ્યો હતો કે શું ટેક્સ ઇવેઝન (ચોરી ) મુદ્દે કાર્યવાહી થઇ છે જેને લઇ દિવસભર મુદ્દો ચગ્યો હતો પરંતુ એક જુના કેસમાં મુંબઈની સ્થાનિક કોર્ટમાં ચાલી રહેલા કેસમાં ફોર્જ્ડ ડોકયુમેન્ટ્સ રજુ કરવા બદલ અંધેરી પોલીસમાં ગત વર્ષે ગુનો નોંધાયો હતો જેથી પોલીસે ભાટીયા કોલ કોર્પોરેશનના દેવેન્દ્ર ભાટીયાની ધરપકડ કરી હતી.
ભાટીયા કોલ ગ્રુપ અન્ય બીજા ઘણા ઉદ્યોગો સાથે સંકળાયેલું છે જેની મુખ્ય ઓફિસ મધ્યપ્રદેશના ઇન્દોરમાં છે જયારે હૈદરાબાદ,વિઝાગ,નાગપુર,મુંબઈ,ચેન્નાઇ તેમજ અન્ય શહેરોમાં પણ ભાટીયા ગ્રુપ ઓફિસ ધરાવે છે.મુખ્યત્વે સુરત મગદલ્લા સ્થિત પોર્ટ ઉપરથી કોલસા આયાત કરવાના ધંધામાં ભાટીયા કોલ કોર્પોરેશન ખાસ્સું એવું વર્ચસ્વ ધરાવે છે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.અગાઉ કોલસા આયાત મુદ્દે ભાટીયા ગ્રુપ ઉપર સેલ્સ ટેક્સ વિભાગ પણ કાર્યવાહી કરી ચૂક્યું છે તેમજ આજરોજ ફોર્જ્ડ ડોકયુમેન્ટ્સને લઇ મુંબઈ અંધેરી પોલીસ દ્વારા દેવેન્દ્રસિંગ ભાટીયા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવતા ભાટીયા કોલ કોર્પોરેશનનો વધુ એક વિવાદ બહાર આવ્યો છે.