વૈશ્વિક સ્તરે પોઝિટીવ અહેવાલો અને કેન્દ્ર સરકાર દ્વારા લેવાઈ રહેલા આર્થિક સુધારાના પગલાંના પરિણામે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી યથાવત્.…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૯.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૯૨૭.૩૩ સામે ૫૯૩૫૮.૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૨૪૩.૧૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૧૪.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૫૮.૦૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૮૮૫.૩૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૬૮.૫૦ સામે ૧૭૬૬૧.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૩૫.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૦.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૩.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૪૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસના કડાકા બાદ ઘટાડાને પચાવીને બજાર ફરીથી બાઉન્સબેક જોવા મળ્યું હતું. ચાઈનીઝ રિયાલ્ટી જાયન્ટ એવરગ્રાન્ડે ફડચામાં જવાના સમાચારે વૈશ્વિક બજારોમાં ચાલી રહેલી ઉથલપાથલમાં આ રિયલ્ટી જાયન્ટે પોતે સંકટમાંથી ઊગરી જશે એવા આપેલા આશ્વાસને વૈશ્વિક બજારોમાં રિકવરી અને યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગમાં આગળ જતા બોન્ડની ખરીદી ઓછી કરવામાં આવશે અને વ્યાજ દરોને યથાવત રાખવાનો નિર્ણય ઉપરાંત ઈકોનોમિને બુસ્ટ કરવાના માટેના પગલા આગળ પણ ચાલુ રહેશે તેવા યુએસ ફેડના સંકેતે અમેરિકી બજારોમાં ફયુચર્સમાં મજબૂતી વચ્ચે ચાઈનાએ એવરગ્રાન્ડે કટોકટીના આ સમયગાળામાં બેંકિંગ સિસ્ટમમાં ૧૮.૪ અબજ ડોલર ઠાલવ્યાની પોઝિટીવ અસરે ફંડોએ આજે ભારતીય શેરબજારમાં ભારે તેજી જોવા મળી હતી.

ચીનના એવરગ્રાન્ડ ગ્રૂપની દેવા કટોકટીના અહેવાલથી વૈશ્વિક અર્થતંત્રોમાં ફેલાયેલો ગભરાટ શાંત પડતાં જ વૈશ્વિક બજારોમાં સુધારો નોંધાયો હતો અને તેની સાનુકૂળ અસરે બીએસઇ સેન્સેક્સે ૫૯૯૫૭ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૭૮૪૫ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી. અફઘાનીસ્તાનની જીયો – પોલિટીકલ અસ્થિરતાની છતાં આર્થિક ડેટા પ્રોત્સાહક રહેતા જીડીપીમાં પ્રોત્સાહક ઉછાળો તેમજ વૈશ્વિક રોકાણકારોની લેવાલીને પગલે ઈક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ પણ સુધર્યું હતું. અલબત આજે એફએમસીજી શેરો સિવાય ફંડોની રિયલ્ટી, બેંકિંગ-ફાઈનાન્સ, એનર્જી અને કેપિટલ ગુડ્સ શેરોમાં મોટાપાયે ખરીદી થતાં અને ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોએ વ્યાપક તેજી ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૬૬ અને વધનારની સંખ્યા ૧૯૭૪ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશમાં ચોમાસાની સારી પ્રગતિ અને કેન્દ્ર સરકાર દ્વારા લેવાઈ રહેલા આર્થિક સુધારાની સાથે રાહતો-પ્રોત્સાહનોના પગલાંના પરિણામે ભારતીય શેરબજારમાં નવા મૂડી રોકાણનું ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું આકર્ષણ ફરી વધતું જોવાયું છે. કોરોના સંક્રમણના કારણે  પાછલા દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર માટે પડકારરૂપ સમય સાથે ભારત માટે પણ પડકારો રહ્યા છતાં આ પડકારો વચ્ચે સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરતાં રહી અર્થતંત્રને  પુન:વિકાસના  પંથે લાવવાના થયેલા પ્રયાસોને લઈ બજારનું ઐતિહાસિક તેજીનું સેન્ટીમેન્ટ જળવાયું છે.

અલબત હજુ પેટ્રોલ, ડિઝલના  સતત ઊંચા પ્રવર્તતા ભાવને લઈ ફુગાવા – મોંઘવારીની સમસ્યા અને ચોમાસાની પ્રગતિ સાથે હજુ કેટલાક વિસ્તારોમાં વરસાદના ખાધની અને કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિની સમસ્યાને ધ્યાનમાં લેતાં ચોમાસાની પ્રગતિ પર નજર રહેશે. આ સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી વધી રહ્યા હોવા સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં  વધઘટ પર નજર રહેશે.

Share Now