૯ વર્ષ સુધી મેં એક દિવસમાં ૪૦ સિગારેટ ફૂંકી : સિંગર વિશાલ દદલાની

290

મુંબઈ,તા.૨૦
સિગારેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમ છતાં લોકો વાતને ઈગ્નોર કરીને ફૂંકવાનું શરૂ જ રાખે છે. એવામાં શરીરની શું હાલત થઈ જાય એ હાલમાં બોલિવૂડ સિંગરે પોતાની જ આપવિતી સંભળાવીને કહ્યું છે. હાલમાં બોલિવૂડના મશહુર સિંગર અને મ્યૂઝિક કમ્પોઝર વિશાલ દદલાનીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. એના કેપ્શનમાં તેણે એક દિવસમાં ૪૦થી પણ વધારે સિગારેટ ફૂંકી જવાની વાત કરી છે.
દદલાનીએ કેપ્શનમાં લખ્યું કે, ૨૦૧૯ ઓગસ્ટના એ છેલ્લા દિવસોમાં મે સિગારેટ પીવાનું છોડયું હતું. ૯ વર્ષ સુધી મે એક દિવસમાં ૪૦ સિગારેટ ફૂંકી અને એક વર્ષ સુધી વેપનપ આ સાથે જ કોન્સર્ટ અને રેકોર્િંડગ દરમિયાન મારા ગાલને ખુબ નુકસાન પહોંચ્યા બાદપ મારા અવાજે બધી જ હિંમત છોડી દીધી હતી. ધીરે ધીરે ગાવાનું લગભગ મુશ્કેલ જ થઈ ગયું હતું.
આગળ વાત કરી કે, છેલ્લા ૨ વર્ષમાં તમે જે પણ મારી પાસેથી સાંભળ્યું એમાં મારુ ૧૦૦ ટકા ન્હોતું. પરંતુ હવેપલગભગ ૬ મહિના સુધી સ્મોકિંગ છોડયા પછી મારા અવાજમાં એ જૂનો સુર આવી રહ્યો છે. મારો સાફ ટોન પરત ફરી રહ્યો છે. હવે મારો કંટ્રોલ પણ પહેલા કરતાં ઘણો સારો છે. હું બસ એટલું જ કહેવા માંગીશ કે, તમે સિગારેટ પીવો છો તો બંધ કરી દો. એ પહેલા કે તમે પુરી રીતે તમને જ ખત્મ કરી નાખો.

Share Now