કેવડિયા એરપોર્ટ જશે એ વાત હવે ખોટી : રાજપીપળા માં ટૂંક સમયમાં એરપોર્ટ બનશે
રાજપીપળા : રાજપીપળામાં ટૂંક સમયમાં રનવે બનશે ત્યાં નાના પ્લેનો ઉતરશેની વાત રાજ્યના બજેટમાં નાણાંમંત્રી નીતિન પટેલે જાહેરમાં કહ્યુ હોય આ વાતે રાજપીપળા વાસીઓમાં એક ખુશીની લહેર ફેલાઈ છે,જે અન્યાય રાજપીપળાને થવાનો હતો ત્યારે આ જાહેરાતથી કહી શકાય કે રાજપીપળા એરોદ્રામ પરજ હવે આ એરપોર્ટ બનશે. એરપોર્ટ કનિદૈ લાકિઅ રાજપીપળા બનશે એ માટે પૂર્વ વન મંત્રી શબ્દ શરણ તડવી એ ખુબ મહેનત કરી અને વેપારી મંડળ અને સ્થાનિક આવાનોએ પણ ખુબ રજૂઆત કરી ત્યારે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી સર્વે થયો અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી.પરંતુ બાદમાં સાંસદ ગીતાબેન રાઠવાએ પોતાના સંસદ સત્રમાં કેવડિયા અંતરરાષ્ટ્રીય હવાઈ મથકની માંગ કરી એટલે રાજપીપળામાંથી એરપોર્ટ ખસી જશે એ બાબતે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી .જોકે તે વખતે મામલો શાંત પડી ગયો હતો બાદમાં વિદેશ મંત્રી જયશંકર રાજપીપળાની મુલાકાતે આવ્યા જેમાં એર સ્ટ્રીપની મુલાકાત લખેલી હોવા છતાં તેઓ ત્યાં ના ગયા એટલે રોષ વધ્યો અને રાજપીપળાની જનતાને ખાત્રી થઇ હતી કે હવે રાજપીપળા એરપોર્ટ નહિ બને પણ આજે નાણામંત્રી અને ઉપ મુખ્ય મંત્રીએ જયારે વિધાનસભા બજેટ સત્રમાં આ વાત કરતા રાજપીપળાની જનતાને હાશકારો થયો છે. અત્રે ઉલ્ખનીય છે કે ગત સપ્તાહે કેન્દ્ર સરકારનું બેજેટ રજુ થયું તેમાં એરપોર્ટનો ઉલ્લેખ નથી કરાયો પણ રાજ્ય ના બજેટ માં એરપોર્ટ નો ઉલ્લેખ કરાયો છે પરંતુ કોઈ બજેટ નથી ફાળવ્યું પણ એરપોર્ટ રાજપીપળા માં બનશે એ માટે નાણામંત્રી એ સંકેત આપ્યા છે.જેને લઈને અહીંના વેપારીઓ અને લોકોમાં એક ઉત્સાહ ની કિરણ જન્મી છે