ઇન્કમટેક્ષ અધિકારી વતી ૬ લાખની લાંચ લેનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસીબી છટકામાં

113

વડોદરાના એક વેપારી પાસેથી નોટીસમાં સમુનમુ કરવા માટે ૧૫ ટકા લેખે લાંચની માંગણી થયેલઃ ખળભળાટ મચાવતી ઘટના : આઇટીના ઉચ્ચ અધિકારીના નામનો ઉલ્લેખઃ આઇટી ઓફીસર સામે કાયદાકીય સકંજો કસવા કેશવકુમારનું માર્ગદર્શન મગાયું

ડોદરાના એક વેપારી દ્વારા ખરીદાયેલ મિલ્કત અંગે રીટર્ન ભરેલ ન હોવા બાબતે મળેલ નોટીસ સંદર્ભે  ઇન્કમટેક્ષ અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  મુકુંદ શાહને મળી નોટીસનો જવાબ રજુ કરવા આપેલ સુચના મુજબ ફરીયાદીએ વકીલનો સંપર્ક કરતા  તેઓએ ૬ લાખની લાંચ માંગતા  ફરીયાદીની ફરીયાદ આધારે એસીબીએ  છટકુ ગોઠવી વડોદરાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુંકુદભાઇ મનુભાઇ શાહને તેમની જ ઓફીસમાં ૬ લાખના છટકામાં ઝડપી લીધા બાદ ઇન્કમટેક્ષના એક ટોચના  અધિકારી વિરૂધ્ધ તપાસ શરૂ કરી પગલા લેવાની કાર્યવાહી કરતા જ ખળભળાટ મચી ગયો છે. ફરીયાદીની માતાએ  સને ર૦૧ર-૧૩માં  ખરીદેલી મિલ્કત બાબતે  ઇન્કમટેક્ષની  નોટીસ મળતા ઇન્કમટેક્ષના અધિકારી  રૂબરૂ સંપર્ક સાધ્યો હતો. ફરીયાદીએ સુચન મુજબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વકીલ મુંકુદ  શાહને મળતા તેઓએ ૪૩ લાખ ૭પ હજાર ૭રપના ૧પ ટકા લેખે ૬ લાખ પ૬ હજાર ૩૦૦ આપવા પડશે તેવું જણાવેલ. ફરીયાદીએ આ રકમ ઓછી કરવા જણાવતા આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ઇન્કમટેક્ષ અધિકારીઓને આવી રકમો આપવી પડે તેવું જણાવેલ. આરોપીએ ફરીયાદી સાથેની વાતચીત દરમિયાન ઇન્કમટેક્ષ અધિકારી  નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. આરોપીએ ૬ લાખ ઇન્કમટેક્ષ અધિકારી માટે અને પોતાની કન્સલ્ટીંગ ફી પાછળથી આપી જવા જણાવ્યાનો ફરીયાદીએ આક્ષેપ કર્યો હતો. વડોદરા  શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થતા એસીબીના મદદનીશ નિયામક જી.વી. પઢેરીયાના સુપરવીઝન હેઠળ વડોદરા પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.રાઠવાએ છટકુ ગોઠવી ઇન્કમટેક્ષ અધિકારી વતી ૬ લાખની લાંચ લેતા આરોપીને  ઝડપી લીધા હતા. ઇન્કમટેક્ષ અધિકારી સામે કાર્યવાહી કરવા માટે એસીબી વડા કેશવકુમારનું માર્ગદર્શન માગવામાં આવ્યું છે. ટુંક સમયમાં જ ઇન્કમટેક્ષના  ઉચ્ચઅધિકારી સામે કાયદાકીય સિકંજો કસાય તો નવાઇ નહિં.

Share Now