મની લોન્ડ્રિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, અવંતા સમૂહના પ્રમોટર ગૌતમ થાપરની ધરપકડ

35

– ઈડીએ સીબીઆઈ દ્વારા નોંધાવવામાં આવેલી એક એફઆઈઆરમાંથી સંજ્ઞાન લઈને મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો

નવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ : ઈડીએ મની લોન્ડ્રિંગને લગતા કેસમાં અવંતા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની ધરપકડ કરી છે.મંગળવારે દિલ્હી અને મુંબઈની અનેક જગ્યાઓએ તલાશી બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.અધિકારીઓના કહેવા પ્રમાણે મંગળવારે રાતે પીએમએલએની જોગવાઈઓ અંતર્ગત થાપરની ધરપકડ કરવામાં આવી હતી.

થાપરને આજે એટલે કે બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.ઈડી કોર્ટમાં થાપરની કસ્ટડી માટે માગણી કરશે.અધિકારીઓએ જણાવ્યું કે, ઈડી થાપરની કંપની અવંતા રિયલ્ટી,યસ બેંકના સહ સંસ્થાપક રાણા કપૂર અને તેમની પત્ની વચ્ચે કથિત લેવડ-દેવડની તપાસ કરી રહ્યું છે.ઈડીએ સીબીઆઈ દ્વારા નોંધાવવામાં આવેલી એક એફઆઈઆરમાંથી સંજ્ઞાન લઈને મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો.ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જૂન મહિનામાં સીબીઆઈએ થાપર સહિત તેમની દિલ્હી અને ગુરૂગ્રામ ખાતે આવેલી 2 ખાનગી ફર્મના પ્રમોટર્સ અને ડિરેક્ટર્સની યસ બેંકને 466.51 કરોડ રૂપિયાનું કથિત નુકસાન પહોંચાડવા બદલ ધરપકડ કરી હતી.

યસ બેંક છેતરપિંડીના કેસમાં ઈડી સહિત અનેક એજન્સીઓ દ્વારા ઉદ્યોગપતિની તપાસ કરી રહી છે જેમાં ખાનગી બેંકના સહ-સંસ્થાપક રાણા કપૂરની પણ ધરપકડ કરવામાં આવી છે.

Share Now