આજે સુરતનો વારો : રાજ્યમાં સૌથી વધુ કોરોના કેસ, 36 કલાકમાં 5નાં મોત : વાંચો પોઝીટીવ દર્દીઓનું લિસ્ટ

107

સુરત શહેર અને જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે.સુરતમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાથી 5 લોકોના મોત થતાં શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના લાલગેટ ખાતે આવેલા ખાટકીવાડમાં રહેતી મહિલાનું મોત નિપજ્યું હતું. તેમને ડાયાબીટીસ,હૃદય તેમજ કીડનીની બીમારી હતી.બીજા કેસમાં માનદરવાજા ખાતે રહેતા અન્ય એક મહિલાનું પણ મોત નિપજ્યું છે. તેઓ ગત્ 18 તારીખે હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોટસ્પોટ બની ગયેલા માન દરવાજા અને લીંબાયત વિસ્તારમાંથી સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવનારા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં કુલ કેસનો આંકડો 2066 પર

ગુજરાતમા કોરોનાના વધુ ૧ર૭ કેસ નોંધાયા છે.તો વધુ છ દર્દીના મોત થયા છે.જેમાં અમદાવાદમાં પાંચ અને ભાવનગરના એક દર્દીનુ મોત થયુ છે. આમ રાજયમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૭૭એ પહોંચ્યો છે.તો નવા ૧ર૭ કેસની સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2066 પર પહોંચ્યો છે.નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ સુરતમાં ૬૯ કેસ અને અમદાવાદમાં 50 કેસ નોંધાયા છે.જ્યારે કે અરવલ્લી,ગીર સોમનાથ,ખેડા તાપીમાં એક એક કેસ નોંધાયો છે.જયારે કે રાજકોટ અને વલસાડમાં નવા બે કેસ નોંધાયા છે. કુલ બે હજાર ૬૬ કોરોનાના કેસમાંથી ૧૯ દર્દીઓ વેન્ટિલેટર પર છે.

પોઝીટીવ દર્દીઓની વિગત

૧. રામજીભાઈ માવજીભાઇ ઢીમ્મર( ૭૮ ૫ૂ) ૧૨ા ૨૩૬૩ માછીવાડ સૈયદપૂરા સેન્ટ્રલ ઝોન).૨. દર્શિલ ઉમેશ ફીરકીવાલા (૧૧ / પૂ) દા૨૨૮૯ પારસીવાડ, ગોપીપુરા (સેન્ટ્રલ ઝોન)
૩. સોનલ મનિષ રાવલ (૩૦ સ્ત્રી) ૩/૩૦૧૨ , અકબર સહીદ નો ટેકરો (સેન્ટ્રલ ઝોન)
૪. ગીતા બબુ સંકટ (૪રા સ્ત્રી) ૭૩૬ આઝાદ ચોક (લિંબાયત ઝોન)
૫. રૂકસાના આમીન શેખ (૩૫ / સ્ત્રી) ૯ રાજા ચોક મીઠી ખાડી (લિંબાયત ઝોન)
૬. અલીફ જામીર અહેમદ (૫૦ / પૂ.) ૪૫ આંબેડકર નગર (લિંબાયત ઝોન)
૭. જયાબેન કિશોરભાઈ રાણા (૫૧/ સ્ત્રી )સી – ૪ ૭૬ માન દરવાજા ટેનામેન્ટ (લિંબાયત ઝોન)
૮. કિશોરભાઈ હીરાલાલ રાણા (પર પૂ સી) – ૪ ,૭૬ માન દરવાજા ટેનામેન્ટ (લિંબાયત ઝોન)
૯. રમેશભાઈ કાંતિલાલ રાણા (૪૫ પૂ.) બી -૩,૧૨૬ માન દરવાજા ટેનામેન્ટ (લિંબાયત ઝોન)
૧૦. ઉષા બેન કાંતિલાલ રાણા (૬૦ સ્ત્રી) બી -૩ ,૧૨૬ માન દરવાજા ટેનામેન્ટ (લિંબાયત ઝોન)
૧૧. કાંતિલાલ સોમાભાઈ રાણા (૬૦ /પૂ) બી -૩ ,૧૨૬ માન દરવાજા ટેનામેન્ટ (લિંબાયત ઝોન)
૧૨. નિર્મલા રમેશ રાણા (૩૦ સ્ત્રી) બી -૩ ,૧૨૬ માન દરવાજા ટેનામેન્ટ (લિંબાયત ઝોન)
૧૩. અમૃતલાલ રણછોડલાલ રાણા (પર પૂ.)બી ૧૩૩ અંબિકા શેરી હળપતિ કોલોની માન દરવાજા (લિંબાયત ઝોન).
૧૪. હરિશંકર કેદારનાથ ઠાકુર પપપૂ. કોલોની ન. ૨,બ્લોક – ૨ માન દરવાજા ટેનામેન્ટ (લિંબાયત ઝોન)
૧૫. ખુશાલભાઈ એમ. પરમાર (૫૪/પૂ.) ૮૮, શાંતિકુંજ સોસાયટી પાલનપુર જકાતનાકા (રાંદેર ઝોન)
૧૬. દક્ષાબેન શુક્રિયાનીવાળા (૫૧ સ્ત્રી) બી -૩૩ માન દરવાજા ટેનામેન્ટ (લિંબાયત ઝોન)
૧૭. સુરેશભાઈ બાલુભાઈ રાણા (૫૦ પૂ). બી -૪૪ -બી માન દરવાજા ટેનામેન્ટ (લિંબાયત ઝોન)
૧૮. ચંપાબેન સુરેશભાઈ રાણા (૪૫ સ્ત્રી )બી -૪૪, ઉમરવાડા ટેનામેન્ટ (લિંબાયત ઝોન)
૧૯. પુષ્પાબેન કાંતિલાલ રાણા ૬૫ (પૂ. સી) – ૮ ,૩૫, ઉમરવાડા ટેનામેન્ટ (લિંબાયત ઝોન)
૨૦. રણછોડદાસ આત્મારામ રાણા (૬૩ /પૂ.) બી -૧ , ૯૬ ઉમરવાડા ટેનામેન્ટ (લિંબાયત ઝોન).
૨૧. કમળાબેન પ્રવીણભાઈ રાણા (૬૧ / સ્ત્રી) બી -૩, ૬૧ માન દરવાજા ટેનામેન્ટ (લિંબાયત ઝોન)
૨૨. સમીબેન હસમુખભાઈ રાણા (૬૦ / સ્ત્રી) બી -૨,૧૨૬, માન દરવાજા ટેનામેન્ટ (લિંબાયત ઝોન)
૨૩. કુમુદ સહુ (૩૫ / પૂ.) એ -૧ બી ૫૨ , માન દરવાજા ટેનામેન્ટ લિંબાયત ઝોન)
૨૪. જશવંતી રાણા (૪૪ / સ્ત્રી) ૧૩૯, માન દરવાજા ટેનામેન્ટ (લિંબાયત ઝોન)
૨૫. આનંદ હરવદન ખંભાતી (૪૭ / પૂ.) ૨૮૦, રણછોડજીપાર્ક સોસાયટી -૨, લલિતા ચોકડી, (કતારગામ ઝોન)
૨૬. જીતેન્દ્ર હરજી વસાવા (૪૫/પૂ) સી-૧૩, દિવ્યવસુધારા એપાર્ટમેન્ટ, એલ. એચ. રોડ (વરાછા ઝોન-એ).
૨૭. જાવેદખાન ઈકબાલખાન પઠાણ (૨૮/પૂ) બીએન-૬૪, એચએન-૮, ગલી નં. ૫, પ્રતાપનગર, મીઠીખાડી (લિંબાયત ઝોન)
૨૮. બેરખા અબ્દુલખા (૭૦/પૂ) સી-૫, માન દરવાજા ટેનામેન્ટ (લિંબાયત ઝોન).
૨૯. આરતી હરીશ સુર્યવંશી (૨૮ સ્ત્રી) ૪૮૬, ગેટ ને ૪૧, માન દરવાજા (લિંબાયત ઝોન)
૩૦. ક્રિશ માંડીલ ૩૪પૂ પ્લોટ નં. ૭૮, હળપતિ કોલોની, ૧૧-એ, માન દરવાજા (લિંબાયત ઝોન)
૩૧. શેખ મો. સાદીક (૪૦ પૂ) ૧૪/બી/૪૩, ઉમરવાડા, જૂનો ડેપો (લિંબાયત ઝોન)
૩૨. વસુબુદીન શેખ હુસેન ૫૪/પૂ એચ નં.૧૦૨, ઈસ્લામપુરા, ઉમરવાડા (લિંબાયત ઝોન)
૩૩. ભરત રામભાઉ પાટીલ (પ૯/પૂ) મારૂતિ નગર, લિંબાયત (લિંબાયત ઝોન)
૩૪. હસીનાખાન (૩ર -સ્ત્રી), ૩૧૦, મહાપ્રભુનગર, લિંબાયત (લિંબાયત ઝોન)
૩૫. બીના કાંતિભાઈ લાઠીયા (૨૪ સ્ત્રી), એ/૬૧, રાધે રો હાઉસ, ઉત્રાણ (કતારગામ ઝોન)

શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા 2809 લોકોને કવૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.તો શહેરમાં અત્યાર સુધીમાં કુલ 10 દર્દીઓ સજા થયા છે. પોઝીટીવ કેસોની વધતી જતી સંખ્યાને લઈ સુરત મનપા દ્વારા સેમ્પલ લેવાની તેમજ સ્ક્રીનીંગની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવી છે.શહેરમાં ઝોન વાઈઝ પોઝીટીવ કેસોની સંખ્યા જોઈએ તો

સેન્ટ્રલ ઝોનમાં – 63
વરાછા-એ. ૪ર
વરાછા-બી ૦૬
રાંદેર ૨૪
કતારગામ ૦૯
લિંબાયત 140
ઉધના ૩૧
અઠવા ૧૦

આ ઉપરાંત હોટ સ્પોટ બનેલા માન દરવાજા ટેનામેન્મટમાંથી વધુ ૧૫ કોરોનાના પોઝિટિવ કેસો સામે આવ્યાં છે.માન દરવાજા સુરત શહેર માટે સૌથી વધુ હોટ સ્પોટ બનાવ પામ્યું છે.અત્યાર સુધીમાં સૌથી વધુ કેસો માત્ર માન દરવાજામાંથી સામે આવ્યા છે.કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાના ભત્રીજા અને પાલિકાના ભાઠેના આરોગ્ય સેન્ટરના વોર્ડ બોય આકીબ અહમદ શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા માસ ટેસ્ટિંગની કામગીરી શરુ કરવામાં આવ્યા આખરે કેસો વધુ સામે આવી રહ્યા છે. તો આ બાદ સેન્ટ્રલ ઝોન બીજું હોટ સ્પોટ બનવા પામ્યું છે જેમાં કુલ 63 કેસ નોંધાયા છે.જો કે શહેરમાં પોઝીટીવ કેસો આવ્યા હોય તેવા વિસ્તારોમાં સેનેટાઈઝિંગની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.અને શહેરીજનોને સતત ઘરમાં જ સુરક્ષિત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ રહી છે.ત્યારે સેમ્પલીંગની કામગીરી સઘન બનતા આગામી દિવસોમાં પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થાય તો નવાઈ નહિ.

શહેરમાં સગર્ભા મહિલાઓ માટે ખાસ કિટ

કોરોના વાયરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગરીબ સાથે જે લોકો પાસે રૂપિયા નથી કે રાશન નથી તેવા લોકો સુધી તંત્ર કે સમાજ સેવી સંસ્થા દ્વારા જમવાનું પહોંચાડવામાં આવે છે.આ વચ્ચે આ સમયમાં સગર્ભા હોય તેવી મહિલાઓની શું? આવો વિચાર આવતાની સાથે સગર્ભા મહિલાને પૌષ્ટિક આહારની જરૂર હોવાને લઇને સુરતનું એક ગ્રુપ આગળ આવી ચોખ્ખા ઘીની સુખડી બનાવી તંત્ર પાસેથી આવી મહિલાની વિગત લઇને તેમના ઘર સુધી આ પૌષ્ટિક આહાર પોહ્ચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ગ્રુપ 600 જેટલી મહિલાઓને સુખડી અને સુરતી ચવાણાની કિટ બનાવીને તંત્ર સાથે મળીને આપી રહ્યું છે.

Share Now