અંબાલા એરબેઝ પર લેન્ડ થયા રાફેલ, સુખોઈ વિમાનોએ કર્યા એસ્કોર્ટ

256

ભારતીય વાયુસેનાની શક્તિમાં આજે વધારો થયો છે.ફ્રાંસથી રવાના થયેલા 5 લડાકૂ વિમાન રાફેલ ભારતીય જમીન પર લેન્ડ થઈ ચુક્યા છે.હરિયાણાના અંબાલા એરબેઝ ખાતે રાફેલ સુરક્ષિત રીતે લેન્ડ થયા છે.આ સાથે જ રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરી અને લખ્યું છે કે રાફેલ સુરક્ષિત રીતે લેન્ડ થઈ ચુક્યા છે.રાફેલ વિમાનને લેન્ડ થતા પહેલા 2 સુખોઈ વિમાને એસ્કોર્ટ કર્યા હતા.સાથે જ રેફાલ વિમાનને વોટર સેલ્યુટ કરવામાં આવ્યું છે.

પાકિસ્તાન અને ચીનની સ્થિતિ પતલી કરવા માટે ફ્રાંસથી અત્યાધુનક ફાઈટર વિમાન રાફેલની પહેલી ખેપે ઉડાન ભરી દીધી છે.ફ્રાંસ અને ભારત વચ્ચે 7000થી વધુ કિલોમીટરની સફર ખેડીને અત્યાધુનિક મિસાઈલો અને ઘાતક બોમ્બ ધરાવનાર ભારતીય વાયુસેનાના સૌથી ઘાતક ફાઈટર જેટ રાફેલ કાલે એટલે કે 29 જુલાઈએ ભારત પહોંચી જશે. તમને જણાવી દઈએ કે ફ્રાંસના મેરિનેક એરબેઝથી 5 રાફેલ ફાઈટર વિમાનોની પહેલી બેચ રવાના થઈ ચૂકી છે.આ દરમિયાન ભારત પહોંચ્યા બાદ રાફેલની સુરક્ષાના કારણે અંબાલા એરબેઝ આસપાસ કલમ 144 લગાવી દેવામાં આવી છે.

ભારતીય વાયુસેનાની તાકાત અનેક ગણી વધી જશે

ઉલ્લેખનીય છે કે ચીન સાથે સીમા તણાવ વચ્ચે ભારત આવી રહેલા અત્યાધુનિક ફાઈટર વિમાન રાફેલથી ભારતીય વાયુસેનાની તાકાત અનેક ગણી વધી જશે. એવામાં દુશ્મનોથી આ વિમાનની રક્ષા માટે ભારત લેન્ડ થતા જ કડક નિરીક્ષણમાં મોકલી દેવામાં આવશે.માહિતી મુજબ દુનિયાના સૌથી શક્તિશાળી ફાઈટર વિમાનોમાંના એક રાફેલની પહેલી ખેપ બુધવારે સવારે ભારત પહોંચશે.તમને જણાવી દઈએ કે સાત કલાકની મુસાફરી કરીને પાંચે વિમાન યુએઈ પહોંચ્યા છે અને ત્યારબાદ બુધવારે ભારતમાં લેન્ડ કરશે.

અંબાલા એરબેઝ આસપાસ કલમ 144 લાગુ

ફ્રાંસથી ભારત આવી રહેલા પાંચ વિમાન અંબાલા એરબેઝ પર લેન્ડ કરશે,વિમાનોની લેંડિંગ પહેલા અંબાલા એરબેઝના 3 કિલોમીટરની સીમામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.અહીં કોઈ ડ્રોનને ઉડાવવાની પણ મંજૂરી નથી.આ દરમિયાન ડ્રોન કે અન્ય કોઈ પ્રકારની ઉડાન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર અહીં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ વિસ્તારમાં 4થી વધુ લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ છે.

મળવાના છે 36 રાફેલ વિમાન

તમને જણાવી દઈએ કે 36 રાફેલ વિમાન મળવાના છે જેમાંથી 5 વિમાનોની પહેલી ખેપ બુધવારે સવારે અંબાલા એરબેઝ પર લેન્ડ કરશે.બધા 36 વિમાનોની ડિલીવરી 2021 સુધી પૂરી થઈ શકે છે.માહિતી મુજબ ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ પાંચે રાફેલ વિમાન યુએઈના અલ દફરા એરપોર્ટ પર છે.ત્યાંથી રાફેલનો જત્થો કાલે સવારે ઉડાન ભરશે અને અમુક કલાકોમાં ભારતના અંબાલા એરબેઝ પર લેન્ડ કરશે.આ જ કારણ છે કે અંબાલા એરબેઝને કિલ્લામાં ફેરવી દેવાયુ છે.

ભારતીય વાયુસેનાની તાકાતમાં આજે વધારો થયો છે.ફ્રાન્સથી ઉડાન ભર્યા પછી પાંચ રાફેલ લડાકુ વિમાન ભારતીય જમીન પર પહોંચી ગયા છે.રાફેલ વિમાન બુધવારે હરિયાણાનાં અંબાલા એરબેઝ પર ઉતર્યું હતું,જ્યાં તેમનું વોટર સેલ્યુટથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન એરફોર્સ ચીફ આર.કે.એસ. ભદૌરીયા પણ હાજર રહ્યા હતા. ફ્રાંસથી પ્રાપ્ત થનારા રાફેલ વિમાનોની આ પહેલી ખેંપ છે.આ વિમાનોએ મંગળવારે ફ્રાંસથી ઉડાન ભરી હતી, ત્યારબાદ તેઓ યુએઈમાં રોકાઈ ગયા હતા અને બુધવારે બપોરે અંબાલા પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 5 રાફેલ લડાકુ વિમાનોની પ્રથમ ખેંપ આજે ભારતીય આકાશમાં ચુસ્ત દેખરેખ વચ્ચે ફ્રાંસથી અંબાલા એરબેઝ પર પહોંચી હતી, ત્યારબાદ 29 જુલાઇની તારીખ ભારતીય વાયુસેનાનાં ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે.રાફેલનું એરફોર્સનાં કાફલામાં સામેલ થયા બાદ હવે તેની શક્તિ અનેકગણી વધી ગઈ છે.

આપને જણાવી દઇએ કે, રાફેલ લડાકુ વિમાનને આજે પાકિસ્તાન અને ચીનની સરહદ પરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દુશ્મનોની ઉંઘ ઉડાવનાર અદ્યતન ફાઇટર એરક્રાફ્ટનાં એરફોર્સનાં કાફલામાં સામેલ થવાથી ભારતીય વાયુસેનાની તાકાત વધશે અને સાથે ચીન અને પાકિસ્તાન માટે તેનો એક અલગ સંદેશો પહોંચી જશે.

Share Now