રાહુલજી તમારા માટે ઈટાલિયન ભાષામાં ટ્રાન્સલેશન કરીને મેસેજ મુક્યો છે : ભાજપ પ્રવક્તા

273

નવી દિલ્હી, તા. 31. : ચીન સાથે તનાવ હોય કે કથળી ગયેલી ઈકોનોમી કે પછી બેરોજગારી…એમ કોઈ પણ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકાર પર પ્રહાર કરવાની તક ચુકતા નથી.

જોકે ભાજપના નેતાઓ પણ સમયાંતરે રાહુલ ગાંધી પર નિશાન સાધવાનો મોકો જવા દેતા નથી.આજે સરદાર પટેલ જંયતિ નિમિત્તે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને ટોણો મારીને ઈટાલિયન ભાષામાં ટ્વિટ કર્યુ હતુ.

પીએમ મોદીએ આજે કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલને શ્રધ્ધાંજલિ આપતા કહ્યુ હતુ કે,આપણે તમામ લોકોનુ હિત વિચારીશું ત્યારે જ આપણી પ્રગતિ થશે.પીએમ મોદીના આ વાક્યોને સંબિત પાત્રાએ ટ્વિટ કર્યા હતા અને લખ્યુ હતુ કે,સર્વોચ્ચ હિત, દેશ હિત

એ પછી રાહુલ ગાંધીને સંબોધીને પાત્રાએ લખ્યુ હતુ કે,સમજી ગયાને રાહુલજી? વળી પાછુ પાત્રાએ ટ્વિટ કર્યુ હતુ કે,તમારી સુવિધા માટે હું આ આ વાક્યને ભાષાંતર કરીને પણ મોકલી રહ્યો છું.સાથે સાથે પાત્રાએ આ વાક્યનુ ઈટાલિયન ટ્રાન્સલેશન પણ કર્યુ હતુ અને ટ્વિટર પર પોસ્ટ કર્યુ હતુ.

Share Now