અમરેલી જીલ્લામાં થતી બેફામ ખનીજચોરી અંગે ખુદ ભાજપના નેતાએ PMને ટ્વીટ કર્યું

66

અમરેલી, 15 ફેબ્રુઆરી 2023, બુધવાર : અમરેલી જીલ્લામાં થતી બેફામ ખનીજચોરી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી ફરિયાદ પહોંચતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.આ જાણ ખુદ ભાજપના જ નેતાએ કરતા મામલો વધુ ઉગ્ર બન્યો છે.જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક મોટા પાયે ચાલી રહેલ રેતી ચોરવાનું કૌભાંડ પકડાયું છે.જેમા સોમવારની રાત્રે મામલતદારે ખનીજચોરીનો પર્દાફાશ કરી લાખો રુપિયાની મશીનરી જપ્ત કરી હતી અને આ બાબતે વધુ તપાસ માટે ખાણખનીજ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે ત્યારે જીલ્લા ભાજપાના પુર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે આ કૌભાંડ બાબતે PM મોદીને ટેગ કરી એક ટ્વીટ કરી માહિતી આપી હતી.

શું છે સમગ્ર મામલો ?

મળતી માહિતી મુજબ, રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગતથી મોટા પાયે બેરોકટોક રેતી ચોરવાનું કૌભાંડ ચાલી રહ્યુ છે.દરમિયાન ગઈકાલ આ બાબતે તંત્રને માહિતી મળતાની સાથે જ રાત્રે સંદિપસિંહ જાદવ અને તેમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ઘટના સ્થળ પરથી રેતી કાઢવાની મશીનરી તેમજ ચાર બોટ અને એક બુલડોજર મશીન કબજે કરી મોટુ કૌભાંડ ઝડપી પાડ્યુ હતું અને આ સાથે ત્યાથી મોટા પ્રમાણમાં રેતીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

ટ્વીટ અંગે સ્થાનિક નેતાઓની ચૂપકીદી

જીલ્લામાં મોટા પાયે ચાલી રહેલ રેતી ચોરવાનું કૌભાંડ પકડાયુ હતું,તે બાદ અમરેલી જીલ્લા ભાજપાના પુર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે આ કૌભાંડ બાબતે PM મોદીને ટેગ કરી એક ટ્વીટ કરી માહિતી આપી હતી જેથી રાજકારણ ગરમાયુ હતું.ત્યારે આ સમગ્ર પ્રકરણ અંગે જિલ્લાના સ્થાનિક નેતાઓ પાસેથી માહિતી મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.જો કે તમામે ચૂપકીદી સાધી લીધી હતી.

Share Now