લોકોને જોબ ઓફર કરતી સાઈટ LinkedIn એ જ શરૂ કરી છટણી, આટલાં લોકો શોધતાં થયા નોકરી

68

વિશ્વમાં જાણે વૈશ્વિક મંદી આવશે તેવું લાગી રહ્યું છે.ટૂંક સમયમાં ઘણીબધી ટેક કંપનીઓ દ્વાર છટણી કરી કર્મચારીઓને છુટા કર્યા છે.છેલ્લા ઘણા સમયથી ટેક કંપનીઓ દ્વારા છટણી કરવાનો દોર ચાલુ છે ત્યારે વધુ એક ટેક કંપની છટણી કરી છે. Microsoft ની માલિકીના જોબ પોર્ટલ LinkedIn એ પણ છટણી કરી છે.સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મે કંપનીના ભરતી વિભાગમાં કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી છુટા કર્યા છે.

વિશ્વમાં ટેક સેક્ટરમાં છટણીનો દોર ચાલુ છે ત્યારે આ છટણી કરતી કંપનીઓમાં LinkedInનું નામ પણ ઉમેરાયું છે.ખાસ વાત એ છે કે યુઝર્સ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નોકરી શોધવા માટે કરે છે પરંતુ હવે આ કંપનીએ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.અહેવાલો અનુસાર, કંપનીએ ભરતી વિભાગમાં કામ કરતા કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે.હાલમાં તે સ્પષ્ટ નથી કે LinkedIn દ્વારા કરવામાં આવેલી છટણીથી કેટલા લોકોએ નોકરી ગુમાવી છે.

LinkedInએ અમેરિકન ટેક કંપની માઇક્રોસોફ્ટની માલિકીની છે અને તે એક વિશિષ્ટ સામાજિક નેટવર્ક છે જ્યાં યુઝર્સ નોકરીઓ શોધે છે.ન્યૂઝ વેબસાઈટ ધ ઈન્ફોર્મેશનના રિપોર્ટ અનુસાર, કંપનીના ભરતી વિભાગમાં છટણી કરવામાં આવી છે.લાંબા સમયથી ટેક સેક્ટરમાં છટણીનો દોર ચાલી રહ્યો છે.ટેક કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે છટણીનો આશરો લઈ રહી છે.હવે LinkedIn પણ આ લાઈનમાં જોડાઈ ગયું છે.

617 કર્મચારીઓને છૂટા કરાયા

તાજેતરમાં માઇક્રોસોફ્ટે વિવિધ વિભાગોમાં છટણીની જાહેરાત કરી છે.કંપનીએ HoloLens,Surface અને Xboxની ટીમ સહિત હાર્ડવેર વિભાગમાં કામ કરતા લોકોને નોકરીમાંથી છુટા કર્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માઇક્રોસોફ્ટે સિએટલ ઓફિસમાં કામ કરતા 617 કર્મચારીઓને ઘરભેગા કર્યા છે.આનાથી HoloLensના થર્ડ જનરેશન મિક્સ રીયાલીટી હેડસેટના ભાવિ વિશે પ્રશ્નો ઉભા થયા છે.

GitHub માં પણ છટણી

ગયા અઠવાડિયે માઇક્રોસોફ્ટના સોફ્ટવેરનું સહયોગી પ્લેટફોર્મ GitHub એ કર્મચારીઓની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.આ કંપનીમાં લગભગ 3,000 કર્મચારીઓ કામ કરે છે.આ સિવાય કંપનીએ નવી ભરતીને રોકવાનો પણ નિર્ણય લીધો છે.કંપનીની હાલત સુધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

10,000 લોકોની છટણી

જાન્યુઆરીમાં માઈક્રોસોફ્ટે 10,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનું કહ્યું હતું.આ છટણી સમગ્ર વિશ્વમાં કાર્યરત કંપનીના 5 ટકા કર્મચારીઓને અસર કરશે. ટેક ફર્મના જણાવ્યા અનુસાર, ઓછી કમાણી અને વધુ થતા ખર્ચને ઘટાડવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે તે સ્ટ્રેટેજી ક્ષેત્રે રોકાણ કરવાનું ચાલુ રાખશે,જેમાં મૂડી અને પ્રતિભા બંનેનો સમાવેશ થાય છે.

Share Now