પુષ્ય નક્ષત્રથી દિવાળી સુધી શુભ મુહુર્તોની વણજાર, 17 વર્ષ બાદ આવ્યો સર્વાર્થસિદ્ધિ યોગ

40

અમદાવાદ: દિવાળીના 7 દિવસ પહેલા અદ્ભૂત શુભ સંયોગ અને મુહૂર્ત બની રહ્યા છે.નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને શુભ તથા પુણ્યદાયક નક્ષત્ર માનવામાં આવે છે. આ વખતે દિવાળીના એક સપ્તાહ પહેલા 7 નવેમ્બરે શનિવારના દિવસે પુષ્ય નક્ષત્રને ભોગ સંપૂર્ણ દિવસ હશે.પુષ્ય નક્ષત્રનુ માન 7 નવેમ્બરે સૂર્યોદય પહેલા રાતે 4.59 વાગ્યા સુધી હશે.પુષ્ય નક્ષત્રના શુભ કાળમાં ખરીદી,ઉદ્યોગ તથા વેપારની શરૂઆત,ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ નક્ષત્રમાં અશુભ કાળમાં શુભ ફળમાં બદલવાની ક્ષમતા હોય છે.

શનિ દેવ આ નક્ષત્રના સ્વામી છે અને આ નક્ષત્ર શનિવારના દિવસે પૂર્ણ થશે.તેવામાં તેનુ વેપારી મહત્વ વધી જાય છે.આ વખતે ગ્રહોની સ્થિતિ પણ અતિ ઉત્તમ છે જ્યાં શનિદેવ મકર રાશિમાં સ્વગૃહી છે,ગુરુ સ્વગૃહી છે,બુધ તથા શુક્ર રાશિ પરિવર્તન રાજયોગમાં છે,બુધાદિત્ય રાજયોગ સાથે સાથે ચંદ્રમા પણ સ્વગૃહી સ્થિતિમાં રહેશે.તેવામાં આ સમય અત્યંત શ્રેષ્ઠ તથા શુભફળદાયી છે.

‘તિષ્ય અને અમરેજ્ય’ જેવા અન્ય નામે જાણીતા આ નક્ષત્રની ઉપસ્થિતિ કર્ક રાશિના 3-20 અંશથી 16-40 અંશ સુધી છે.અમરેજ્યનો શાબ્દિક અર્થ દેવતાઓ દ્વારા પૂજનીય એવો થાય છે.શનિ આ નક્ષત્રનો સ્વામી ગ્રહ છે.આ કારણે વિવાહ સિવાય અન્ય તમામ માંગલિક કાર્યોની શરૂઆત શુભફળદાયી હોય છે.

શનિદેવ વ્યક્તિના કર્મના ફળદાતા ગ્રહ છે.તેવામાં શુભ કાર્યોની શરૂઆત આ સમયમાં કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.આ દિવસે વિશેષ કરીને ખરીદી,રોકાણ અને મોટા ઉદ્યોગની શરૂઆત અથવા વેપારી લેવડ-દેવડ માટે અતિ ઉત્તમ છે.

7 નવેમ્બર (પુષ્ય નક્ષત્ર) થી 14 નવેમ્બર (દિવાળી) વચ્ચે આવા 7 મુહૂર્ત બની રહ્યા છે,જેમાં વાહનોથી લઈને ઇલેક્ટ્રોનિક સામાન સુધીના મિલકત, ઝવેરાત ખરીદવાનું શુભ રહેશે. 13 નવેમ્બર સિવાયનો દરેક દિવસ ખરીદી માટે શુભ છે.તે જ રીતે,સર્વાર્થસિદ્ધિ યોગ પણ 17 વર્ષ પછી દિવાળી પર બની રહ્યો છે.2003ની શરૂઆતમાં આ બન્યું હતું.જ્યોતિષીઓના મતે આ યોગને કારણે દીપાવલી પર કરવામાં આવતી ખરીદી વધુ ફાયદાકારક રહેશે.આ ઉપરાંત 7 નવેમ્બરના રોજ પુષ્ય નક્ષત્ર સાથે ચંદ્ર,ગુરુ અને શનિ તેમની પોતાની રાશિમાં રહેશે.આ દિવસે બુધ અને શુક્ર પણ એક બીજાની રાશિમાં રહીને સંપત્તિનું સર્જન કરી રહ્યા છે.ગ્રહોની આ સ્થિતિ ઓછા ખર્ચમાં વધુ ફાયદો આપનારી છે.

7 નવેમ્બર

આ દિવસે શનિ અને પુષ્ય યોગ બની રહ્યો છે. સાથે જ, આખો દિવસ ખરીદારી માટે રવિયોગ બની રહ્યો છે.આ દિવસે દરેક પ્રકારની ખરીદારી કરી શકાય છે. શનિવાર હોવાને લીધે આ દિવસે પ્રોપર્ટી,ફર્નિચર,મશીનરી અને લાકડાંમાંથી બનેલી ડેકોરેટિવ વસ્તુઓની ખરીદી માટે શુભ છે.

8 નવેમ્બર

કુમાર યોગ, અશ્લેષા નક્ષત્ર અને અહોઈ આઠમ. આ દિવસે ભોજનની વસ્તુઓ સાથે જ ઔષધીઓની ખરીદારી અને માંગલિક કામ કરવા ફળદાયી રહેશે, નવું સ્થાપન કરવા માટે સારો દિવસ છે.

9 નવેમ્બર

સોમવાર અને મઘા નક્ષત્રના સંયોગથી આ દિવસે ઔષધિઓ, મીઠાઈઓ, મોતી, સુગંધિત વસ્તુઓ, માછલીઘર અને મહિલાઓના સામાનની ખરીદી કરી શકાય છે.

10 નવેમ્બર

એન્દ્ર યોગની સાથે મંગળવારે અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રના સંયોગમાં આ દિવસે ઇલેક્ટ્રોનિક સામાનની ખરીદી શુભ રહેશે પ્રોપર્ટીમાં રોકાણ કે ખરીદી માટે આ દિવસ શુભ રહેશે.

11 નવેમ્બર

આ દિવસે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હોવાથી વૃદ્ધિ આપનાર વર્ધમાન યોગ બનશે. સાથે જ, ચંદ્ર-મંગળનો દૃષ્ટિ સંબંધ હોવાથી મહાલક્ષ્‍મી યોગ પણ બની રહ્યો છે.

12 નવેમ્બર

આ દિવસે ધનતેરસ પર્વ રહેશે. ખરીદારી માટે આ પર્વને વણજોયું મુહૂર્ત પણ કહેવામાં આવે છે. આ દિવસે પ્રદોષ અને હસ્ત નક્ષત્ર યોગ રહેશે. આ દિવસે વાહન, જમીન, ભવન, આભૂષણ અને વસ્ત્ર વગેરેની ખરીદારી કરવી મંગળકારી રહેશે.

14 નવેમ્બર

દિવાળી મહાપર્વ પર સૂર્યોદય સાથે જ સર્વાર્થસિદ્ધિ યોગ શરૂ થઇ જશે. જે રાતે લગભગ 8 વાગ્યા સુધી રહેશે. લક્ષ્‍મી પૂજા સાથે આ દિવસે ખરીદારીનું વિશેષ મુહૂર્ત રહેશે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here